For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્વની પ્રથમ અઈં બ્યુટી સ્પર્ધામાં ભારતની મોડલ ટોપ 10માં સામેલ

12:07 PM Jun 21, 2024 IST | admin
વિશ્વની પ્રથમ અઈં બ્યુટી સ્પર્ધામાં ભારતની મોડલ ટોપ 10માં સામેલ

ઝારાને મોબાઇલ એડ. એજન્સીના સહ સ્થાપક રાહુલ ચૌધરીએ બનાવી છે

Advertisement

મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સૌંદર્ય સ્પર્ધાઓ બાદ હવે વિશ્વની પ્રથમ એઆઈ બ્યુટી સ્પર્ધા યોજાવા જઈ રહી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અઈં મોડલ્સ વચ્ચેની આ સ્પર્ધા બ્રિટનની ફેનવ્યૂ કંપની દ્વારા વર્લ્ડ અઈં ક્રિએટર એવોર્ડ્સ (ઠઅઈંઈઅ)ના સહયોગથી આયોજિત કરવામાં આવી રહી છે.
બે અઈં ન્યાયાધીશો ઉપરાંત, પીઆર સલાહકાર એન્ડ્ર્યુ બ્લોચ અને બિઝનેસવુમન સેલી એન-ફોસેટ પણ આ સ્પર્ધામાં જજ તરીકે હાજર રહેશે.

સ્પર્ધાના પ્રથમ તબક્કામાં, 1500 પ્રતિભાગીઓમાંથી ટોચના 10 અઈં મોડલની પસંદગી કરવામાં આવી છે. હવે પ્રથમ 3 સ્થાન મેળવનાર મોડલને ઇનામ આપવામાં આવશે.10.84 લાખ રૂૂપિયા ઉપરાંત મિસ એઆઈ બનનાર મોડલને જનસંપર્ક માટે 4.17 લાખ રૂૂપિયા આપવામાં આવશે. ભારતની અઈં મોડેલ ઝરા શતાવરી પણ સ્પર્ધાના ટોચના 10 સહભાગીઓમાં સામેલ છે. ઝારાને મોબાઈલ એડ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરીએ બનાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement