For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાલિસ્તાની આતંકી પન્નુ મામલે ભારતનું અમેરિકા સામે ઢીલુંપોચું વલણ

12:22 PM Apr 03, 2024 IST | Bhumika
ખાલિસ્તાની આતંકી પન્નુ મામલે ભારતનું અમેરિકા સામે ઢીલુંપોચું વલણ

અમેરિકામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કહેવાતા કાવતરાનો મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ પન્નુન કેસ મુદ્દે આપેલું નિવેદન છે. ગારસેટ્ટીનો દાવો છે કે, અમેરિકાની ધરતી પર પન્નુનની હત્યાના કરવા માટે ઘડાયેલા કાવતરાના કેસની ભારત અને અમેરિકા સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ ભારત સરકારને પન્નુનની હત્યાના કાવતરાના કેસમાં જે પણ કરવાનું કહેવાયું એ બધું કર્યું છે. એરિક ગારસેટ્ટીએ ડહાપણ પણ ડહોળ્યું છે કે, કોઈએ પણ બે દેશો વચ્ચેના સંબંધો મુદ્દે રેડ લાઈન ઓળંગવી ન જોઈએ અને કોઈપણ દેશ કે સરકારનો કર્મચારી વિદેશી નાગરિકની હત્યાના કાવતરામાં સામેલ ન હોવો જોઈએ.

Advertisement

ગારસેટ્ટનું નિવેદન આશ્ર્ચર્યજનક જ નહીં પણ આઘાતજનક પણ છે કેમ કે તેમણે આડકતરી રીતે પન્નુનની હત્યાના કાવતરામાં ભારત સરકારનો કર્મચારી સંડોવાયેલો છે એવું કહી દીધું છે. તેના કરતાં પણ વધારે આઘાતજનક વાત એ છે કે, ભારત સરકાર અમેરિકાના ઈશારે વર્તી રહી છે એવો ગારસેટ્ટીનો દાવો છે. ગારસેટ્ટીના દાવા પ્રમાણે, ભારતે અમેરિકામાં પન્નુનની હત્યાના કાવતરાની તપાસ કરવા માટે એક તપાસ પંચ રચ્યું છે કે જેમાં કાયદાના પાલનમાં અનુભવી લોકોને મૂકાયા છે. આ પંચ પન્નુનની હત્યાના કાવતરામાં ભારત સરકારનો કોઈ અધિકારી સામેલ છે કે નહીં તેની તપાસ કરી રહ્યું છે. કોઈને પન્નુનની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે નહીં એ અમેરિકા જાણવા માંગે છે અને અત્યાર સુધી ભારત પાસેથી જે પણ સહકાર માંગ્યો છે તે અમને મળ્યો છે એવો ગારસેટ્ટીનો દાવો છે. પન્નુનનો આ દાવો આંચકાજનક છે કેમ કે અમેરિકાની ધરતી પર પન્નુનની હત્યાના કાવતરામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ અમેરિકાએ કર્યો ત્યારે ભારત સરકારે આપેલા રીએક્શન કરતાં સરકાર અલગ રીતે જ વર્તી રહી હોય એવું લાગી રહ્યું છે. ભારત સરકારે પન્નુનની હત્યાના કાવતરામાં ભારત સરકારનો કોઈ અધિકારી સામેલ છે કે નહીં તેની તપાસ માટે માત્ર પંચ જ નથી રચ્યું પણ આ પંચ અમેરિકાના કહેવા પ્રમાણે કામ પણ કરી રહ્યું છે. ગારસેટ્ટીની વાત સાચી હોય તો તેનો અર્થ એ થાય કે, પન્નુનના મુદ્દે અમેરિકા સામે ભારતે સાવ શરણાગતિ સ્વીકારી લીધી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement