For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં ભારતનો કાલે પ્રથમ મેચ, આયર્લેન્ડ સામે મુકાબલો

01:25 PM Jun 04, 2024 IST | Bhumika
t 20 વર્લ્ડ કપમાં ભારતનો કાલે પ્રથમ મેચ  આયર્લેન્ડ સામે મુકાબલો
Advertisement

T-20 વર્લ્ડ કપમાં ભારતનો કાલે પ્રથમ મેચ, આયર્લેન્ડ સામે મુકાબલો-20 વર્લ્ડકપ 2024 અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂૂ થઈ ગયો છે. ભારતીય ટીમ પણ આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેણે પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. ખેલાડીઓનું પ્રદર્શન જોયા બાદ ચાહકોની અપેક્ષાઓ પહેલા કરતા વધી ગઈ છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ રાઉન્ડમાં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે.

ભારતને અમેરિકા, પાકિસ્તાન, આયર્લેન્ડ અને કેનેડાની સાથે ગ્રુપ અમાં રાખવામાં આવ્યું છે. રોહિત શર્માની ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. ત્યાર બાદ ભારતનો બીજો મુકાબલો 9 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ટીમ ઈન્ડિયા તેની ત્રીજી મેચ 12 તારીખે અમેરિકા સામે રમશે. આ ત્રણેય મેચ ન્યૂયોર્કમાં બનેલા નવા સ્ટેડિયમમાં રમાશે. આ પછી 15 જૂને ભારત ફ્લોરિડામાં કેનેડા સામે ટકરાશે.

Advertisement

ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટી20 ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડ પર ટીમ ઈન્ડિયાનો દબદબો છે. બંને ટીમો 7 મેચમાં સામસામે આવી હતી અને ભારતીય ટીમે તમામ મેચ જીતી છે. તમામ મેચો 2009 થી 2023 વચ્ચે રમાઈ છે.
ભારત અને આયર્લેન્ડ 15 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપમાં ટકરાશે. છેલ્લી વખત 2009માં નોટિંગહામના મેદાન પર બંને ટીમો સામસામે આવી હતી. T-20 વર્લ્ડ કપમાં ભારતનો કાલે પ્રથમ મેચ, આયર્લેન્ડ સામે મુકાબલો 20 ઈન્ટરનેશનલમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ મેચ પણ હતી. ભારતના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. ટીમ ઈન્ડિયાએ તે મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 52 રન બનાવ્યા હતા. યોગાનુયોગ આ વખતે તે ટીમનો કેપ્ટન છે.

T-20 વર્લ્ડ કપ માટેની ટીમ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ. રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

વરસાદ પડે તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ
ભારતે આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમવાની છે. ભારતીય ટીમ માટે આયર્લેન્ડ આસાન ટાર્ગેટ બનવા જઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા ઝ20 ફોર્મેટમાં નંબર વન ટીમ છે તો બીજી તરફ આયરલેન્ડ પણ ટોપ 10ની બહાર છે. આવી સ્થિતિમાં જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ શકે છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થાય છે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. મતલબ કે જો મેચ વરસાદના કારણે બહાર થાય છે તો આયર્લેન્ડને તેનો ફાયદો થશે. આયર્લેન્ડ ગમે તેમ કરીને ભારત સામે હારવાનું છે, પરંતુ જો વરસાદ પડશે તો તેને ફ્રી પોઈન્ટ મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement