For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપર-8માં આજે અફ્ઘાનિસ્તાન સાથે ભારતનો પ્રથમ મુકાબલો

12:06 PM Jun 20, 2024 IST | admin
સુપર 8માં આજે અફ્ઘાનિસ્તાન સાથે ભારતનો પ્રથમ મુકાબલો

રાત્રે 8 વાગ્યે બાર્બાડોસમાં જંગ, આ મેદાનમાં રોહિત-વિરાટનો શાનદાર રેકોર્ડ

Advertisement

ટીમ ઈન્ડિયા સુપર-8ના ગ્રુપ-1માં છે અને તેણે કુલ ત્રણ મેચ રમવાની છે. તેની પ્રથમ મેચ આજે અફઘાનિસ્તાન સામે રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. બાર્બાડોસમાં યોજાનારી આ મેચમાં પણ ટીમ આ રીતે જીતનો સિલસિલો ચાલુ રાખે તેવું ઈચ્છશે. દરમિયાન, ટીમના બે સૌથી અનુભવી ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને એક આંકડો સામે આવ્યો છે, જે ભારત માટે સારા સંકેતો આપી રહ્યો છે.

રોહિત અને વિરાટને અહીં પહેલા રમવાનો અનુભવ છે અને તેમના આંકડા પણ ઘણા સારા છે. જો બંને પોતાના પાછલા રેકોર્ડ મુજબ રમે તો ભારતની જીત નિશ્ચિત છે.
કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. જો કે, બંનેની જોડી અત્યાર સુધી સફળ રહી નથી, પરંતુ આ વખતે આ જોડી કમાલ કરી શકે છે. સૌથી પહેલા વાત કરીએ કેપ્ટન રોહિત શર્માની. રોહિત શર્મા માટે અત્યાર સુધી બાર્બાડોસની પિચ ઘણી લકી સાબિત થઈ છે. તે આ મેદાન પર ભારતનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. અહીં તેણે બે ઈનિંગ્સમાં 155ની સ્ટ્રાઈક રેટ અને 84ની એવરેજથી કુલ 84 રન બનાવ્યા છે. 2010 ટી20 વર્લ્ડ કપમાં, રોહિતે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 46 બોલમાં 79 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જો કે, તેના સિવાય તે મેચમાં અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યા ન હતા અને ભારત મેચ હારી ગયું હતું.

Advertisement

જો વિરાટ કોહલીની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝમાં તેનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝવિરાટ કોહલી ત્રણ મેચ રમી છે, જેમાં તેણે 141ની સ્ટ્રાઈક રેટ અને 37ની એવરેજથી 112 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝમાં બંને બેટ્સમેનોનો રેકોર્ડ ભારત માટે સારો સંકેત છે. હવે તેણે ફરીથી ટીમ માટે આ રેકોર્ડનું પુનરાવર્તન કરવું પડશે.

બાર્બાડોસ ટીમ ઈન્ડિયા માટે UNLUCKY છે

બાર્બાડોસમાં રોહિત શર્માનો રેકોર્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં વિરાટ કોહલીનો રેકોર્ડ ભલે શાનદાર હોય, પરંતુ આ મેદાન ભારતીય ટીમ માટે ઘણું કમનસીબ રહ્યું છે. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ અહીં બે મેચ રમી છે અને બંનેમાં હાર થઈ છે. ભારતે આ બંને મેચ 2010માં રમી હતી. એકમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું જ્યારે બીજીમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવ્યું હતું. હવે 14 વર્ષ બાદ ભારતીય ટીમ આ મેદાન પર અફઘાનિસ્તાન સાથે ટકરાશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું નસીબ આ વખતે બદલાય છે કે પછી ફરી હાર થાય છે તે જોવું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement