For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય મહિલા ટીમનો ટી-20માં બાંગ્લાદેશ સામે વિજય વાવટો

01:04 PM May 04, 2024 IST | Bhumika
ભારતીય મહિલા ટીમનો ટી 20માં બાંગ્લાદેશ સામે વિજય વાવટો
Advertisement

ભારતીય મહિલા બોલરોના શાનદાર પ્રદર્શન બાદ, શેફાલી વર્માની અડધી સદીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી-20માં જીત મેળવી હતી અને સિરીઝમાં 3-0 થી આગળ છે. ભારતીય ટીમે ત્રીજી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશ 20 ઓવરમાં 8 વિકેટે 117 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી રાધા યાદવે 22 રનમાં બે વિકેટ લીધી હતી. રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર અને શ્રેયંકા પાટીલને એક-એક વિકેટ મળી હતી.

લક્ષ્યનો પીછો કરતા ભારતને શેફાલી અને સ્મૃતિની તોફાની શરૂૂઆત મળી હતી. બંનેએ પાવર પ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 59 રન જોડ્યા હતા. છેલ્લે અમુક ઓવર બાકિ રહેતા ભારતીય ટીમને આસાનીથી જીત મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement