For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ODI અને ટી-20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ જાહેર

12:30 PM Dec 26, 2023 IST | Sejal barot
odi અને ટી 20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ જાહેર

ટેસ્ટ શ્રેણીમાં ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય મહિલા ટીમ મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં પણ વિરોધી ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. આ શ્રેણીમાં, બીસીસીઆઇએ સોમવારે આગામી ઓડીઆઇ અને ટી-20 શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર ટીમની કમાન સંભાળશે. હંમેશની જેમ, વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સ્મૃતિ મંધાનાના ખભા પર મૂકવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમમાં પ્રથમ વખત યુવા બોલર શ્રેયંકા પાટીલ, મન્નત કશ્યપ, સાયકા ઈશાક અને તિતાસ સાધુનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓફ સ્પિન બોલર શ્રેયંકાએ તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે તેની ટી-20 ઈન્ટરનેશનલ કારકિર્દીની શરૂૂઆત કરી હતી. હવે તે ઓડીઆઇ ફોર્મેટમાં પણ પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે.
ટી-20માં ડેબ્યૂ કરતી વખતે શ્રેયંકાએ જે પ્રદર્શન કર્યું હતું તે પ્રશંસનીય હતું. ઇંગ્લિશ મહિલા ટીમ સામે ત્રણ મેચની શ્રેણીમાં તેમને પાંચ સફળતા મળી હતી. એટલું જ નહીં લેફ્ટ આર્મ સ્પિનર સાયકાએ પણ આ જ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.
તિતાસ સાધુ અને મન્નત, જેઓ આ વર્ષની શરૂૂઆતમાં અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપની જીતનો ભાગ હતા, તેમને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મન્નતે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મેચ રમી નથી. ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સમાં તિતાસે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Advertisement

ટી20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટે) રિચા ઘોષ (વિકેટકીન), અમનજોત કૌર, શ્રેયંકા પાટિલ, મન્નત કશ્યપ , સાયકા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, કનિકા આહુજા અને મિનુ મણિ.

Advertisement

વનડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીન), રિચા ઘોષ (વિકેટકીન), અમનજોત કૌર, શ્રેયંકા પાટિલ, મન્નત કશ્યપ , સાયકા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા અને હરલીન દેઓલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement