For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ નહીં જાય પાકિસ્તાન

01:27 PM Apr 25, 2024 IST | Bhumika
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ નહીં જાય પાકિસ્તાન
  • સ્થળમાં બદલાવ અથવા હાઈબ્રિડ મોડેલના ઉપયોગની સંભાવના

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2023માં રમાયેલા ઓડીઆઈ વર્લ્ડકપમાં થયો હતો, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. હવે બંને વચ્ચે આગામી મુકાબલો ટી20 વર્લ્ડકપ 2024માં થશે, પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખુલાસો થયો છે કે ભારતીય ટીમ 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.

Advertisement

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરી રહ્યું છે. અગાઉ આપણે એશિયા કપ 2023 માં પણ આવું જ જોયું છે, જ્યાં ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં હાઇબ્રિડ મોડલ હેઠળ રમી હતી. એશિયા કપ માટે ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પાકિસ્તાનની મુલાકાત ન લેવા માટે ભારત દ્વારા સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો હતો.

હવે ચેમ્પિયન્સ ટ્રોફીના સંદર્ભમાં BCCIના એક સૂત્રએ સમાચાર એજન્સી IANSને કહ્યું, દ્વિપક્ષીય સીરીઝને ભૂલી જાઓ, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પણ પાકિસ્તાનનો પ્રવાસ ના કરી શકે. સ્થળ બદલી શકાય છે અથવા હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2023ના એડીઆઈ વર્લ્ડકપ માટે ભારતની મુલાકાતે આવી હતી. જોકે, વર્લ્ડકપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી માંગણીઓ કરી હતી, ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાન પણ વર્લ્ડકપ માટે ભારત નહીં આવે જાઓ. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને શું પરિણામ આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement