રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસના જીતેલા ધારાસભ્ય જાહેરમાં પોતાનું મોં કાળુ કરશે

11:35 AM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

કોંગ્રેસના નવા ચૂંટાયેલા અને પ્રખ્યાત ધારાસભ્ય ફૂલસિંહ બરૈયા મોઢું કાળું કરશે. એક સમયે બસપાના પ્રદેશ અધ્યક્ષ ફૂલ સિંહ બરૈયા હવે લાંબા સમયથી કોંગ્રેસમાં છે.
આ વખતે પણ તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં હતા અને ભંડેર બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચી રહ્યા છે. બરૈયા વિધાનસભાની ચૂંટણી તો જીતી ગયા પરંતુ હવે તે જાહેરમાં પોતાનું મોઢું કાળું કરવા જઈ રહ્યા છે. કારણ કે ફૂલસિંહ બરૈયાએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે, આ વખતે જો મધ્યપ્રદેશમાં ભાજપને 50થી વધુ સીટો મળશે તો હું મારું મોઢું કાળું કરીશ. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર આવતાં હવે કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયા 7મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ભોપાલમાં રાજભવન સામે મોઢું કાળું કરશે.
ફૂલ સિંહે કહ્યું, હું મારા નિવેદન પર અડગ છું, હું ભાજપનો નેતા નથી જે આવું કહીને ફરી શકું. બરૈયાએ કહ્યું કે, લોકશાહી બચાવવા માટે હું લોહીથી મારો ચહેરો પણ લાલ કરી શકું છું. અમને બેલેટ પેપરમાં 90 ટકા મત મળ્યા છે. ભાજપે ચૂંટણીને મત અને નોટોનો મુદ્દો બનાવી દીધો. અમને ઇવીએમ પર વિશ્વાસ નથી. હારનું કારણ ઈવીએમ છે. નરોત્તમ મિશ્રાએ પેટાચૂંટણીમાં મને ગાળો આપીને ચૂંટણી પ્રચાર શરૂૂ કર્યો હતો. લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું તેથી હું તેને ચૂંટણીમાં હરાવવા મક્કમ હતો અને મેં તેમને ચૂંટણીમાં હરાવ્યા.

Advertisement

Tags :
facesinindiaPoliticspublictheirWinning Congress MLAs to blacken
Advertisement
Next Article
Advertisement