રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભારે ભીડથી બે મહિલાનાં મોત

03:43 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

મથુરા વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં રવિવારે ભક્તોની ભીડ વધી જતાં શ્વાસ રૂૂંધાવવાને કારણે બે મહિલાઓના મૃત્યુ થયા છે, જયારે અન્ય ભક્તો શ્વાસ રૂૂંધાવવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાને પગલે ભક્તોમાં ગભરાટની લાગણી પણ જોવા મળી રહી છે.
એક તરફ જયાં જિલ્લા પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રણ કરવાને લઈને જાત જાતના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજું આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટના વિશે માહિતી આપતા એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર હરિ નિકુંજ ચારરસ્તા અને વિદ્યાપીઠ ચારરસ્તા પાસે રાત્રે આ ઘટના બની હતી. સીતાપુરની રહેવાસી બીના ગુપ્તાની પત્ની ઓમપ્રકાશ ગુપ્તાની તબિયત અચાનક બગડી અને તેણીને ગૂંગળામણ થવા લાગી જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
જયારે બીજી ઘટના વિદ્યાપીઠ સ્ક્વેરથી બાંકે બિહારી મંદિર તરફ જતા રોડ પર જયપુરિયા ગેસ્ટ હાઉસ નજીક બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. અધરતલા જબલપુર પોલીસ સ્ટેશનના રહેવાસી ભોલાનાથ મિશ્રાની પત્ની મંજુ મિશ્રાની તબિયત બગડી હતી. રામકૃષ્ણ મિશન સેવા આશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જયાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
દેશમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને લઈને મંદિરના મેનેજમેન્ટ દ્વારા શનિવારે જ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી અને મંદિર મેનેજમેન્ટ દ્વારા ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં લઈને વૃંદાવન આવતા ભક્તોને કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી હતી. 5મી જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને, 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે મંદિરમાં ન આવવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Tags :
BihariintempleTwo women died due to heavy crowding in BankeVrindavan
Advertisement
Next Article
Advertisement