For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રણ રાજ્યોમાં નવા સીએમનો સસ્પેન્સ યથાવત્: વસુંધરાએ ડિનર યોજી હાઇકમાન્ડને સંદેશ આપ્યો

11:19 AM Dec 05, 2023 IST | Sejal barot
ત્રણ રાજ્યોમાં નવા સીએમનો સસ્પેન્સ યથાવત્  વસુંધરાએ ડિનર યોજી હાઇકમાન્ડને સંદેશ આપ્યો

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ત્રણ રાજ્યમાં ભાજપે જીત મેળવી છે જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસ અને એક રાજ્યમાં ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (ZPM)નો વિજય થયો છે. કોંગ્રેસે તેલંગાણા માટે રેવંત રેડ્ડીનું મુખ્યમંત્રી તરીકે નામ નક્કી કરી દીધુ છે. જ્યારે મિઝોરમમાં ZPMના લાલદુહોમા રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.
હવે માત્ર મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની તસવીર સ્પષ્ટ થઇ નથી. આ ત્રણ રાજ્યમાં ભાજપે જીત મેળવી છે. ભાજપે આ ચૂંટણીમાં ક્યાય પણ મુખ્યમંત્રી ફેસની જાહેરાત કરી નહતી અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપ માટે સૌથી મોટો પડકાર આ છે કે ત્રણેય રાજ્યમાં સીએમ પદ માટે કેટલાદ દાવેદાર છે. સુત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે ભાજપ મહામંત્રીઓની બેઠક યોજાનાર છે.
મધ્ય પ્રદેશમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી ફેસના કેટલાક દાવેદાર છે. કૈલાશ વિજયવર્ગીયનું નામ સૌથી આગળ બતાવવામાં આવી રહ્યું છે. આ સિવાય શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને નરેન્દ્રસિંહ તોમર જેવા નામ રેસમાં છે.
રાજસ્થાનમાં પણ પાર્ટી સામે આ જ સમસ્યા છે. અહીં પણ સીએમની રેસમાં કેટલાક નામ છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, અર્જૂન રામ મેઘવાલ, રાજસ્થાનના ભાજપના અધ્યક્ષ સીપી જોશી, દિયા કુમારી જેવા નામ મુખ્યમંત્રી માટે આગળ ચાલી રહ્યાં છે. જોકે, મહંત બાલકનાથ પણ મોટા દાવેદાર ગણવામાં આવી રહ્યાં છે. આ બધા વચ્ચે એક મોટો જૂથ વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવના પક્ષમાં છે. બીજી તરફ વસુંધરાએ ગઇરાતે નવા ચુંટાયેલા ધારાસભ્યો માટે રાત્રી ભોજન યોજયું હતું. એમાં ઘણા નેતાઓએ ખુલ્લેઆમ રાજેને મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી.
છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ, રાજ્ય ભાજપના અધ્યક્ષ અરૂૂણ કુમાર, વિપક્ષના નેતા ધરમલાલ કૌશિક અને પૂર્વ આઇએએસ અધિકારી ઓપી ચૌધરી જેવા નામ મુખ્યમંત્રીની રેસમાં છે. હવે પાર્ટીએ તેમાંથી કોઇ એકનું નામ ફાઇનલ કરવાનું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement