For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદથી દુબઇ જતી સ્પાઇસ જેટની ફલાઇટનું કરાચીમાં ઇમર્જન્સી લેન્ડિંગ

01:51 PM Dec 06, 2023 IST | Sejal barot
અમદાવાદથી દુબઇ જતી સ્પાઇસ જેટની ફલાઇટનું કરાચીમાં ઇમર્જન્સી લેન્ડિંગ

મેડિકલ ઈમરજન્સીના કારણે અમદાવાદથી દુબઈ જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવી પડી હતી. સ્પાઈસજેટે જણાવ્યું કે સ્પાઈસજેટ બોઈંગ 737 ફ્લાઈટ જૠ-15માં એક પેસેન્જર બીમાર પડ્યો, જેના કારણે એરક્રાફ્ટને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અને મુસાફરને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડયા બાદ વિમાન રવાના થયું હતું. પરંતુ મુસાફરને બચાવી શકાયો ન હતો.
સ્પાઈસજેટ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. અચાનક મેડિકલ ઈમરજન્સી આવી જતા ફ્લાઈટને પાકિસ્તાનમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી અને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ પહેલા 23 નવેમ્બરના રોજ હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડતા પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, મુસાફરને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement