For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિમાલયની ગોદમાં હિમવર્ષા: કેદારનાથમાં માઈનસ 7, શ્રીનગરમાં પણ પારો શૂન્યથી નીચે

11:15 AM Dec 14, 2023 IST | Sejal barot
હિમાલયની ગોદમાં હિમવર્ષા  કેદારનાથમાં માઈનસ 7  શ્રીનગરમાં પણ પારો શૂન્યથી નીચે

ઉત્તરાખંડમાં શિયાળાની અસર દેખાવા લાગી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. સવારે અને સાંજે ઠંડી જામી રહી છે અને દિવસ દરમિયાન મેદાની વિસ્તારોમાં સૂર્ય ચમકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિમાલયની પર્વતમાળામાં બરફ છવાઈ ગયો છે.
ચમોલી, ઉત્તરકાશી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, બાગેશ્વર જિલ્લામાં ઉપરી પહાડીઓ પર ભારે હિમવર્ષાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.
ચારધામમાં હિમવર્ષા થઈ રહી છે. વેલી ઓફ ફ્લાવર્સ, હેમકુંડ સાહિબ, તુંગનાથ, મદમહેશ્વર, હરસિલ, ઉત્તરકાશી અને ઓલી વિસ્તારો પણ બરફથી ઢંકાયેલા છે. હવામાન વિભાગે બુધવારે પર્વતોમાં વરસાદની આગાહી કરી છે. કાશ્મીરના શ્રીનગરમાં પણ માઈનસ શૂન્યથી 5.3 ડિગ્રી નીચે પહોચ્યું, ગુલમર્ગમાં પણ 5.5 તાપમાન નોંધાયું હતું.
કેદારનાથ ધામમાં તાપમાન માઈનસ 7 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગંગોત્રી-યમુનોત્રીમાં પણ તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું છે. ઠંડી એટલી વધી ગઈ છે કે પુન:નિર્માણનું કામ કરતા કામદારો પીગળેલા બરફનું પાણી પી રહ્યા છે. તો કેદારનાથની આજુ-બાજુમાં આવેલ ઘરનાં નળમાં પાણી જામી ગયું છે.
તે ઉપરાંત બદ્રીનાથમાં મહત્તમ -1 અને લઘુત્તમ -8 ડિગ્રી તાપમાન, ઔલીમાં મહત્તમ 3, લઘુત્તમ -3 અને જોશીમઠમાં મહત્તમ 9, લઘુત્તમ -2 તાપમાન નોંધવામાં આવ્યું હતું.
બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં 16 અને 178 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. 15-17 ડિસેમ્બરે તામિલનાડું, કેરળમાં હળવા વરસાદની અને દક્ષિણ તામીલનાડુંમાં 16 અને 17મીએ બારે વરસાદ પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement