રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સેન્સેક્સ, નિફ્ટી અને સોનું સર્વોચ્ચ સપાટીએ

03:38 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

આગામી લોકસભાની ચુંટણી પહેલા સેમીફાઈનલ જેવી ચાર રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મધ્યપ્રદેશની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 3-1થી જીતીને મક્કમ સરકાર બનવા તરફ નિર્દેશ આપતા જ ભારતીય શેરબજારમાં આજે જબરજસ્ત ઉછાળા સાથે બંને ઈન્ડેક્સમાં ઓલ ટાઈમ હાઈ નોંધાયા હતા. આ સાથે જ રોકાણકારોની સંપત્તિમાં આજે એક દિવસમાં 5.64 લાખ કરોડનો વધારો થયો હતો. આ ઉપરાંત રૂપિયા સામે ડોલરની મજબુતી વધતા સોનામાં પણ 800 રૂપિયાનો ઉછાળો આવતા એક તબક્કે સોનું 65,881 સુધી પહોંચી ગયું હતું.
શુક્રવારે 67,481ની સપાટી પર બંધ થયેલ સેન્સેક્સ 954 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. અને બાદમાં 1437 પોઈન્ટની છલાંગ લગાવીને 68918ની ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી પણ ગયા અઠવાડિયાની ઓલ ટાઈમ હાઈની સપાટી તોડી હતી શુક્રવારે 20267 પર બંધથયેલ નિફ્ટી આજે 335 પોઈન્ટ ઉછળીને 20,602ના રેકોર્ડ હાઈ પર ખુલી હતી. બાદમાં 435 પોઈન્ટ વધીને 20702નો ઓલટાઈમ હાઈ નોંધાયો હતો.
પ્રારંભિક ટ્રેડિંગમાં એશિયન શેરોમાં વધારો થયો હતો કારણ કે બજારોએ અમેરિકા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના રીમાઇન્ડરનું મૂલ્યાંકન કર્યું હતું કે નીતિ નિર્માતાઓ વ્યાજ દરોને હળવા કરવાની કોઈ ઉતાવળમાં નથી. શુક્રવારે યુ.એસ.ના શેરો અને બોન્ડમાં તેજી આવી હતી.
કેન્દ્રમાં સતાધારી ભાજપે ત્રણ રાજ્યોની ચૂંટણી જીતતા અદાણી જુથના શેરોમાં આજે જબરી ખરીદી જોવા મલી હતી. આજે અદાણી પોર્ટના શેરોમાં 5%ની ઉપલી સર્કીટ જોવા મળી હતી જ્યારે અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝ અનુક્રમે 7.7%, 6.9% અને 6.2%ની તેજી જોવા મળી હતી આ ઉપરાંત અંબુજા, ACC, અદાણી ટોટલ ગેસ, અદાણી વિભાર, NDTV સહિતની સ્ક્રીપ્ટોમાં રોકેટ તેજી જોવા મળી હતી.

Advertisement

Tags :
andat all-time highsBusinessgoldNiftySensex
Advertisement
Next Article
Advertisement