For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છત્તીસગઢમાં નવા સુકાનીની વરણી, રાજસ્થાનમાં ‘રાજેહઠ’થી કોકડું ગુંચવાયું

11:07 AM Dec 11, 2023 IST | Sejal barot
છત્તીસગઢમાં નવા સુકાનીની વરણી  રાજસ્થાનમાં ‘રાજેહઠ’થી કોકડું ગુંચવાયું

છત્તીસગઢના સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. વિજય શર્મા ડેપ્યુટી સીએમ અને અરુણ સાઓ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. બીજેપીએ આજે જ છત્તીસગઢના સીએમના નામની જાહેરાત કરી છે.
છત્તીસગઢના સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. વિજય શર્મા ડેપ્યુટી સીએમ અને અરુણ સાઓ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. અરુણ સાવવ હાલમાં છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત થઈ ચૂકી છે. હવે તેમની સાથે બે ડેપ્યુટી સીએમના નામ પણ સામે આવ્યા છે. તાજા અહેવાલો મુજબ નવા મંત્રી મંડળની શપથવિધિ બુધવારે યોજાશે. હવે આજે મધ્યપ્રદેશમાં ભાજપના નિરીક્ષકો નવા મુખ્યપ્રધાનની પસંદગી કરે તેવી ધારણા છે પણ રાજસ્થાનમાં સત્તાની સાઠમારીથી કોકડું ગુંચવાયું છે.
ભાજપ વિધાયક દળની બેઠક મંગળવારે યોજાશે. અગાઉ આ બેઠક સોમવારે યોજાવાની હતી. પરંતુ નવા સીએમની શોધ માટે જાહેર કરવામાં આવેલા નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડે આજે જયપુર પહોંચ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય દળની બેઠક મંગળવારે થશે. દલીલ આપવામાં આવી રહી છે કે રાજનાથ સિંહનો લખનઉમાં કાર્યક્રમ છે તેથી તેઓ જયપુર પહોંચી શક્યા નથી જોકે આ માત્ર વાત છે હકીકતમાં વસુંધરાના શક્તિ પ્રદર્શનથી હાઈ કમાન્ડને ડર લાગ્યો છે.
સર્વસંમતિના અભાવે નિરીક્ષકોની આજે જયપુરની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. રાજકીય વિશ્ર્લેષકોનું કહેવું છે કે વસુંધરા રાજે મોદી-શાહને પડકાર ફેંકી રહ્યા છે. વાસ્તવમાં વસુંધરા રાજેથી પાર્ટી હાઈકમાન્ડ ડરી ગયું છે. કારણ કે ધારાસભ્યોનું સમર્થન વસુંધરા રાજેના પક્ષમાં છે. જ્યારે હાઈકમાન્ડ વસુંધરા રાજેને પસંદ નથી કરી રહ્યું. જો તેમને ગમ્યું હોત તો તેમણે સીએમ ચહેરો જાહેર કરી દીધો હોત. પણ એવું ન થયું. વસુંધરા રાજેના ઘરે હજુ પણ સમર્થકોનો જમાવડો છે. પૂર્વ મંત્રી દેવી સિંહ ભાટી તેમના ધારાસભ્ય પૌત્ર અશુમન સિંહ સાથે જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને વસુંધરા રાજેને મળવા આવ્યા હતા. આજે પણ વસુંધરા રાજેના ધારાસભ્યોને મળવાની પ્રક્રિયા દિવસભર ચાલુ રહી હતી. વિધાનસભા પક્ષની બેઠક પહેલા વસુંધરા રાજે દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે રાજકીય નિષ્ણાતો તેને જોઈ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement