For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તેલંગણામાં રેવંત રેડ્ડીનું 12 સભ્યોનું પ્રધાનમંડળ સત્તારૂઢ

05:11 PM Dec 07, 2023 IST | Sejal barot
તેલંગણામાં રેવંત રેડ્ડીનું 12 સભ્યોનું પ્રધાનમંડળ સત્તારૂઢ

કોંગ્રેસની જંગી જીત બાદ, રેવંત રેડ્ડીએ આજે તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સીએમ અને ડેપ્યુટી સીએમ સિવાય આજે 11 અન્ય ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ વિશાળ એલબી સ્ટેડિયમમાં બપોરે 1:04 વાગ્યે યોજાયો હતો.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત ઘણા મોટા કોંગ્રેસી નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
રેવન્ત રેડ્ડી તેલંગાણાના પ્રથમ કોંગ્રેસી મુખ્ય પ્રધાન છે અને 2014 માં અગાઉના આંધ્ર પ્રદેશના વિભાજન પછી રચાયેલા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન છે. આ ઉપરાંત ભટ્ટી વિક્રમાર્ક મલ્લુુને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા છે. અન્ય મંત્રીઓમાં ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ- નાયબ મુખ્યમંત્રી, નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી દામોદર રાજનરસિંહ, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, દુદિલા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પૂનમ પ્રભાકર, કોંડા સુરેખા, ડી અનસૂયા સિતાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, જુપલ્લી કૃષ્ણ રાવ, ગદ્દમ પ્રસાદ કુમારનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement