રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજસ્થાન બંધ: એન્કાઉન્ટર નહીં તો નવી સરકારની શપથવિધિ નહીં

11:05 AM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીની હત્યાના કારણે રાજસ્થાનમાં તણાવ વધી ગયો છે. રાજપૂત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અનેક જગ્યાએ ટાયરો સળગાવ્યા હતા. શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ સુખદેવના હત્યારાઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે. મકરાણાએ કહ્યું કે જ્યાં સુધી ગોગામેડીના હત્યારાઓને ન્યાય અપાશે નહીં ત્યાં સુધી ગોગામેડીનો મૃતદેહ લેવામાં આવશે નહીં અને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા દેવામાં આવશે નહીં. તેમણે ચીમકી આપી હતી કે જયાં સુધી વડાપ્રધાન નહીં આવે ત્યાં સુધી ગોગામેડીના અંતિમ સંસ્કાર નહીં થાય. તેમણે જાહેરાત કરી હતી કે આ હત્યાકાંડના વિરોધમાં બુધવારે રાજસ્થાન બંધ રહેશે. તેણે આરોપ લગાવ્યો કે વારંવાર માંગણી કરવા છતાં સુખદેવને સુરક્ષા આપવામાં આવી ન હતી,
જેના કારણે હત્યારાઓને ગુનો કરવાની તક મળી. રાજસ્થાન સાથે મહારાષ્ટ્રમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
બીજી તરફ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાબતે ક્ષત્રિય કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે તે તમામ લોકોની તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. તેમજ આ હત્યામાં જવાબદારોની તાત્કાલીક ધોરણે ધરપકડ કરવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તમામ આરોપીઓને ફાંસીનાં માંચડે ચઢાવવામાં આવે. અને જો ન્યાય ટૂંક સમયમાં નહી મળે તો કાનુન હાથમાં લેતા અમે નહી અચકાઈએ અમે મેદાને ઉતરીશું. અને આ તમામે તમામ જે ગુનાહિત ઈતિહાસ ધરાવનાર લોકો છે. કેટલા સમયથી હત્યાઓ આ ભારત વર્ષમાં કરતા આવ્યા છે. જેનો જવાબ કરણી સેના અને ક્ષત્રિયો આપશે. જો આંદોલનની જરૂૂર પડશે તો તે પણ અમે કરીશું. હવે આરપારની જ વાત કરીશું અને ન્યાય લઈને જ જંપીશું.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે,થ પાછલી સરકારનાં સમયથી જે રીતે ગેંગવોર વધી અને રાજસ્થાનને અરાજકતાની અગ્નિમાં ધકેલવામાં આવ્યું, આ તેનું જ દુષ્પરિણામ છે. કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષને જે ધમકીઓ મળી હતી તેને લઈને તેમમે પોલીસમાં ફરિયાદ પણ નોંધાી હતી પણ તેમને જે પ્રકારની સુરક્ષા મળવી જોઈએ તેવી મળી નહી.. જે લોકોએ આ કર્યું છે તેમની તરત જ ધરપકડ થવી જોઈએ.

Advertisement

મકરાણા નજીક બે સંદિગ્ધો પકડાયા: હરિયાણામાં પણ બેની ધરપકડ

ગઇકાલે કરણીસેનાના પ્રમુખ ગોગામેડીની હત્યા કર્યા પછી બદમાસો ફરાર થઇ ગયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસે મકરાણા નજીક બે શકમંદોને અટકમાં લીધા છે. બીજી તરફ હરિયાણા પોલીસે પણ રોહિત અને નિતીન નામના બે આરોપીઓને પકડી પાડયા છે. અહેવાલો પ્રમાણે પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને ગોગામેડીની હત્યા મામલે ચેતવી હતી પણ ગેહલોત સરકાર તરફથી સુરક્ષાના કોઇ પગલા લેવામાં આવ્યા નહોતા.

રોહિત ગોદારા ગેંગે જવાબદારી લીધી: હુમલાખોરોએ પોતાની સાથે આવેલા શેખાવતને પણ ઢાળી દીધો

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓને પકડવા માટે કડક નાકાબંધી કરવામાં આવી છે અને રોહિત ગોદારા ગેંગે હુમલાની જવાબદારી લીધી છે. રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે હુમલાખોરો વાત કરવાના બહાને ગોગામેડીના ઘરમાં ઘૂસ્યા હતા અને થોડીવાર વાત કર્યા બાદ તેઓએ ગોળીબાર શરૂૂ કર્યો હતો. તેમના કહેવા મુજબ ગોગામેડીના ગાર્ડે પણ વળતો ગોળીબાર કર્યો હતો. મિશ્રાએ કહ્યું કે બાદમાં બંને હુમલાખોરોએ તેમની સાથે રહેલા નવીન શેખાવતને પણ ગોળી મારી દીધી હતી. તેમના કહેવા મુજબ આ ઘટનામાં ગોગામેડી અને નવીનનું મોત થયું હતું જ્યારે તેમનો પરિચીત અજીત ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ કમિશનર બિજુ જયોર્જ જોસેફે પત્રકારોને જણાવ્યું હતું કે સ્કુટી છીનવીને ભાગી ગયા છે.

Tags :
bandhindianewsRajasthan
Advertisement
Next Article
Advertisement