For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રઘુ શર્માને 2800 વીઘા જમીન, 800 કરોડની હોટલ

01:49 PM Dec 06, 2023 IST | Sejal barot
રઘુ શર્માને 2800 વીઘા જમીન  800 કરોડની હોટલ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ (Congress)ની કારમી હારની અસર ગુજરાત કોંગ્રેસમાં પણ જોવા મળી છે. ગુજરાતમાં પણ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભૂંડી રીતે હારી હતી. ત્યારે રાજસ્થાનના પૂર્વ મંત્રી તેમજ કોંગ્રેસના મોટા નેતા રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. ત્યારે તેમણે મોટો ભ્રષ્ટાચાર કર્યાના અને તેમની પાસે 2800 વિધા જમીન તથા વિદેશમા: 800 કરોડની હોટલ હોવાના ગુજરાત કોંગ્રેસનાં જ એક નેતાએ આક્ષેપો કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યોમાં હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં યાદવાસ્થળી થઈ છે. 2022ની ચૂંટણી મામલે ત્યારના ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા પર એક કોંગ્રેસ નેતાએ જ ગંભીર આરોપો લગાવ્યાં છે.
ગુજરાત કોંગ્રેસના નેતા તેજસ પટેલે રઘુ શર્મા પર આરોપો લગાવતા કહ્યું કે રઘુ શર્માએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેચીને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખ્યાં છે. રઘુ શર્માએ લાયક ઉમેદવાર અને સીટિંગ ખકઅની ટીકીટ કાપી. કોડીનાર, પેટલાદ , બેચરાજી , દાહોદમાં સીટિંગ MLAની ટીકીટ કાપી. આ ઉપરાંત ધંધુકા, વિસાવદર , હિંમતનગર, કેશોદમાં લાયક ઉમેદવારને ટિકિટ ન આપી.
તેજસ પટેલે કહ્યું કે ટિકિટનો સોદો કરીને રઘુ શર્માએ કરોડો રૂૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી છે. તેજસ પટેલે કહ્યં કે રઘુ શર્માએ જયપુરમાં 2600 વિધા જમીન, કેકડીમાં 200 વીઘા જમીન ખરીદી અને લંડનમાં 800 કરોડની હોટલ ખરીદી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના નેતા તેજસ પટેલે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ગત 25 નવેમ્બરે રાજસ્થાનના પાટનગર જયપુરમાં પત્રકાર પરિષદ કરીને રઘુ શર્મા પર ગંભીર આરોપો લગાવ્યાં હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement