For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂણેની મીણબત્તી ફેકટરીમાં આગ: 6 મહિલા સહિત 7નાં મોત

11:11 AM Dec 09, 2023 IST | Sejal barot
પૂણેની મીણબત્તી ફેકટરીમાં આગ  6 મહિલા સહિત 7નાં મોત

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવડ વિસ્તારમાં આવેલી એક મીણબત્તીની ફેક્ટ્રીમાં આગ લાગ હતી, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. પિંપરી ચિંચવડ નગર કમિશનર શેખર સિંહે કહ્યું કે- ફાયર બ્રિગેડને આજે બપોરે લગભગ 2-45 વાગ્યે તલાવડેની એક ફેક્ટ્રીમાં આગ લાગવાની જાણકારી મળી હતી.
ફેક્ટ્રીમાં સ્પાર્કલિંગ મીણબત્તી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે જન્મદિવસ સમારંભમાં થાય છે. શેખર સિંહે કહ્યું- આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે- મૃત્યુ થયેલાઓમાં તમામ સાત લોકોમાં છ મહિલાઓ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વચ્ચે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. નગર નિગમ કમિશનરના જણાવ્યા મુજબ- આગ પર કાબૂ મેળવી લેવાયો છે હાલ આગ કયા કારણસર લાગી તેની તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement