For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભાની ચૂંટણીની તૈયારી : રાજ્યના વધુ દોઢ ડઝન મામલતદારની બદલી

12:30 PM Dec 15, 2023 IST | Sejal barot
લોકસભાની ચૂંટણીની તૈયારી   રાજ્યના વધુ દોઢ ડઝન મામલતદારની બદલી

લોકસભાની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મહેસુલ વિભાગમાં ઘણા સમયથી બદલીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં આજે વધુ દોઢ ડઝન જેટલા મામલતદારો અને 206 જેટલા નાયબ મામલતદારોની અરસ-પરસ બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે. લોકસભાની ચુંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ચુંટણી લક્ષી કામગીરી માટે મહેસુલ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ તાકીદે ભરવા ચુંટણી પંચે ડાયરેક્શન આપ્યું છે કે જ્યારે મહેસુલ વિભાગ દ્વારા બદલીનો દૌર શરૂ કર્યો છે. જેમાં થોડા સમય પહેલા ડે. કલેક્ટર અને મામલતદારોની બદલીના મોટા લીથ્થા બહાર પડ્યા હતા. રાજ્યના મહેસુલ વિભાગે ગઈકાલે રાત્રે પણ વધુ એક બદલીનો લીથ્થો બહાર પાડ્યો છે. જેમાં રાજકોટના ડિઝાસ્ટર મામલતદાર કેતન ચાવડા સહિત દોઢ ડઝન મામલતદારોની અરસ પરસ બદલી કરતા હુકમો કર્યા છે. જેમાં રાજકોટ પશ્ર્ચિમ માલતદારની ખાલી પડેલી જગ્યા પર જૂનાગઢના મામલતદાર મહેશ શુકલની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢના મામલતદાર બી.પી. કટકપરાની સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે બદલી કરાવમાં આવી છે. જ્યારે જૂનાગઢના આર.ડી. પરમારને ગીર સોમનાથ ઈલેક્શનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢના એ.ડી. બખાલકિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે અને જૂનાગઢના કે.જી. પરમારને ગાંધીનગર મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમરેલીના કે.જે. બોઘરાને જામનગર ભાવનગરના ડી.પી. બસુપિયાને ભાવનગરના જી.કે. વાળાને ગીર સોમનાથ, સાબર કાંઠાના એમ.બી. મકવાણાને ગાંધીનગર, અરવલીના આર.બી. જોશીને ગાંધીનગર, સાબરકાંઠાના એચઆર પરમારને સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના એ.પી. ભટ્ટીને અમદાવાદ મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યના 206 જેટલા નામયબમામલતદારોની પણ અરસ પરસ બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડાયરેક્ટ મામલતદારમાં સિલેક્ટ થયેલા મોટાભાગના નાયબ મામલતદારોની બદલી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ પશ્ર્ચિમ મામલતદારની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા અંતે ભરાઈ ગઈ છે અને તેમાં જૂનાગઢના મામલતદાર એમ.ડી. શુકલાની નિમણુંક કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement