રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

Parliament Winter Session 2023 / સંસદમાં અત્યાર સુધીમાં 141 સાંસદ સસ્પેન્ડ, આ સરકારે લોકશાહીનું ગળું દબાવ્યું છે - સોનિયા ગાંધી

10:46 AM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

સંસદની સુરક્ષામાં ક્ષતિઓ મામલે થયેલા બબાલના પગલે અત્યાર સુધીમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. આ સસ્પેન્ડેડ સાંસદોમાં લોકસભાના 95 અને રાજ્યસભાના 46 સાંસદોનો સમાવેશ થાય છે. તમામ સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ, લોકસભા સચિવાલયે સસ્પેન્ડ કરાયેલા સભ્યો માટે પ્રતિબંધોની રૂપરેખા આપતો પરિપત્ર જાહેર કર્યો હતો. પરિપત્રમાં સંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીઓમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન, તેમને સમિતિની બેઠકોમાં હાજરી આપવા, નોટિસો રજૂ કરવા અને સમિતિની ચૂંટણીમાં મતદાન કરવા પર પ્રતિબંધ છે. સંસદની સુરક્ષા ક્ષતિની ઘટના પર વિપક્ષ કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવેદનની માંગ પર અડગ છે. લોકસભાના સત્ર દરમિયાન વિપક્ષે વારંવાર કેન્દ્રીય મંત્રીના નિવેદનને લઈને લોકસભામાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના હોબાળા બાદ અનેક સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ સરકારે લોકશાહીનું ગળું દબાવ્યું છે - સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું- આ સરકારે લોકશાહીનું ગળું દબાવ્યું છે.

ભાજપ દેશમાં 'એક પક્ષનું શાસન' સ્થાપિત કરવા માંગે છે - ખડગે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન અને ભાજપ દેશમાં એક જ પક્ષનું શાસન સ્થાપિત કરવા માંગે છે અને સંસદમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી તેના માટે કરવામાં આવી રહી છે. તેઓ એક જ કૃત્યની વાત કરે છે જે લોકશાહીને ખતમ કરવા જેવું છે.સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ કરીને કોંગ્રેસ અધ્યક્ષે કેન્દ્ર સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે.

પુણેમાં NCP-શરદ પવાર જૂથના કાર્યકરોએ કર્યું હતું વિરોધ પ્રદર્શન

સંસદ સત્ર 2023 લાઇવ અપડેટ્સ: મહારાષ્ટ્રના પુણેમાં NCP-શરદ પવાર જૂથના કાર્યકરોએ શિયાળુ સત્ર માટે વિપક્ષના 141 સાંસદોને સસ્પેન્ડ કરવા પર કેન્દ્ર સરકાર સામે વિરોધ કર્યો.

Tags :
farinParliamentParliament Winter Session 2023 / 141 MPs suspendedso
Advertisement
Next Article
Advertisement