રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓપરેશન લોટસ : જાન્યુઆરીમાં પંચાયતોના સભ્યોનો ભરતી મેળો

11:57 AM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

લોકસભા ચૂંટણી 2024 અગાઉ ગુજરાતમાં ભાજપે ‘ઓપરેશન લોટસ’ શરૂૂ કરી દીધું છે. ગઇકાલે કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂૂ થઇ ગઇ છે. અગાઉ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા છે.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે સંકલ્પ કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવી છે. ટાર્ગેટ એવો છે કે, વિપક્ષના લોકોને ભાજપમાં જોડવા પડશે. કારણકે દરેક લોકસભા બેઠકમાં અંદાજિત 8.5 લાખથી 9 લાખ જેટલા મત છે. તેમાં 5 લાખની લીડ મેળવવી એટલે ત્રણ ભાગના મત ભાજપને મળે તો શક્ય છે. 5 લાખની લીડનો સંકલ્પ પૂર્ણ કરવા ઓપરેશન લોટસ શરૂૂ કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન લોટસ બે તબક્કામાં પાર પડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પહેલો તબક્કો ગયા સપ્તાહથી શરૂૂ થયો છે. પહેલા તબક્કામાં વિપક્ષના સીટિંગ ખકઅને રાજીનામા આપવી ભાજપમાં જોડાવાનું આયોજન છે. ડિસેમ્બરના અંત સુધી કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ તબક્કો ચાલશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઓપરેશન લોટસનો બીજો તબક્કો શરૂૂ થશે. જેમાં વિપક્ષના તાલુકા - જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોને ભાજપમાં ભેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં અંત સુધીમાં આ તબક્કો પણ પૂર્ણ કરવામાં આવશે.
તાલુકા - જિલ્લા પંચાયતના વર્તમાન અને પૂર્વ સભ્યોને ભાજપમાં જોડવામાં આવશે. વર્તમાન ધારાસભ્યોની જેમ પૂર્વ ધારાસભ્યોની કમલમમાં વેલકમ પાર્ટી થશે. કોંગ્રેસના પૂર્વ સાંસદો પણ ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપમાં જોડાશે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂૂ કર્યું છે ઓપરેશન લોટસ. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. આજે કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી.

Advertisement

Tags :
inJanuarymembersOperation Lotus : Recruitment fair of panchayat
Advertisement
Next Article
Advertisement