For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

Parliament / આજે શિયાળુ સત્રના 17માં દિવસે સંસદમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ પસાર, વિપક્ષનો ઉગ્ર વિરોધ

02:37 PM Dec 21, 2023 IST | Sejal barot
parliament   આજે શિયાળુ સત્રના 17માં દિવસે સંસદમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ પસાર  વિપક્ષનો ઉગ્ર વિરોધ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ શિયાળુ સત્રના 17મા દિવસે રાજ્યસભામાં GST એક્ટ 2017માં સુધારો કરવા માટેનું બિલ રજૂ કરશે. આ બિલ સૌપ્રથમ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આ સાંસદોએ આજે ​​સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ કહ્યું કે ભાજપ સંસદ વિપક્ષ મુક્ત ઈચ્છે છે અને તેથી જ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

સંસદમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ પસાર

સંસદ દ્વારા આજે આ બિલને મંજૂરી આપવામાં આવી છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે સિસ્ટમ સ્થાપિત કરવાની જોગવાઈ છે.

Advertisement

સચિન પાયલટે સાંસદોના સસ્પેન્શન પર ભાજપ પર કર્યા આકરા પ્રહારો

સંસદમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસના નેતા સચિન પાયલોટે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે શું વિપક્ષને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર નથી. સચિન પાયલોટે કહ્યું કે, વિપક્ષને પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે અને આ કાર્યવાહી અયોગ્ય છે.

વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા પર માયાવતીનું નિવેદન

સંસદમાંથી 141 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન સામે આવ્યું છે. માયાવતીએ કહ્યું કે, સાંસદોનું સસ્પેન્શન શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે સારું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement