RBIની લોન ધારકોને નવા વર્ષની ભેટ/ નહીં વધે તમારો EMI, પાંચમી વખત રેપો રેટ 6.5 % પર સ્થિર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની એમપીસીએ ફરી એકવાર રેપો રેટ 6.5 % પર યથાવત રાખ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા આ જાહેરાત કરી હતી. 6થી 8 ડિસેમ્બર સુધી યોજાયેલી આ બેઠકમાં મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ રેપો રેટને 6.5 % પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ સતત પાંચમી વખત વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.
નિષ્ણાતોને પણ છે અપેક્ષ
આરબીઆઈના આ નિર્ણય પહેલા નિષ્ણાતોનએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, મોંઘવારી દર આરબીઆઈના અનુમાનની નજીક હોવાથી આરબીઆઈ ગવર્નર રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેશે.
સરકારી ખર્ચથી રોકાણની ગતિ વધી
એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા RBI ગવર્નરે જણાવ્યું હતું કે, સ્થાનિક માગને કારણે ભારતીય અર્થતંત્ર સતત વેગ પકડી રહ્યું છે. ઇનપુટ ખર્ચમાં ઘટાડાને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત થયું છે. સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. એગ્રો ક્રેડિટમાં વૃદ્ધિથી રિકવરીમાં સુધારો થવાની અપેક્ષા છે. છમાંથી પાંચ એમપીસી પક્ષો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણ કરે છે. તમામ સભ્યો રેપો રેટને સ્થિર રાખવા સંમત થયા હતા.
નવેમ્બર-ડિસેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ચિંતાજનક વધારો
RBI ગવર્નરે કહ્યું કે, નવેમ્બર-ડિસેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો ફુગાવાના મામલે ચિંતાનું કારણ બની રહે છે. ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૪ ના સીપીઆઈ ૫.૪ પર રહેવાનું અનુમાન છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આરબીઆઈ ફુગાવાને ચાર ટકા સુધી નીચે લાવવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે.