રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદી લાપતા, ભાગેડુ ગુનેગાર, માહિતી આપનારને ઈનામ

11:15 AM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

સંસદમાં સ્મોક એટેક કરનાર આરોપીઓને લઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. દિલ્હી પોલીસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં આ માહિતી આપી હતી. આરોપીઓ સામે 15 દિવસના રિમાન્ડની માગણી કરતા દિલ્હી પોલીસે કહ્યું કે 2 આરોપીઓ ચોપાનિયા લાવ્યાં હતા જે તેઓ પીએમ મોદીને આપવા માગતા હતા.
તેની પર ખૂબ વાંધાજનક લખવામાં આવ્યું હતું, અમુક પર લખવામાં આવ્યું હતું કે પીએમ મોદી લાપત્તા છે, તેઓ ભાગેડુ ગુનેગાર છે અને તેમની માહિતી આપનારને સ્વીસ બેન્ક તરફથી ઈનામ જેવુ પણ લખવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસે એઆઈએ કોર્ટને એવું પણ કહ્યું કે, આ સંસદ પર હુમલો હતો, જેનું પ્લાનિંગ ખૂબ સમજી વિચારીને કરવામાં આવ્યું હતું. અમારે આરોપીઓને લખનઉ, મુંબઈ અને મૈસુરુ લઈ જવાની જરૂૂર છે.
સંસદમાં સુરક્ષા ભંગના સંદર્ભમાં ધરપકડ કરાયેલા ચાર લોકોએ આ ઘટનાની સામાન્ય જવાબદારી લીધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે આરોપીઓ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યાં છે.
કલર સ્પ્રેથી સંસદ પર હુમલો કરનાર ચાર આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યાર બાદ પટિયાલા હાઉસ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જરૂૂર પડ્યે રિમાન્ડમાં વધુ વધારો કરી શકાય તેમ પણ જણાવ્યું હતું. આરોપીઓ સામે આતંકવાદનો પણ આરોપ લાગ્યો ફરિયાદી પક્ષે ધરપકડ કરાયેલા ચારેય શખ્સો સામે યુએપીએ હેઠળ ગુનો નોંધ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ચારેયે ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ સામે આતંકવાદનો પણ આરોપ લાગ્યો છે એટલે કે તેમની સામે આતંકના આરોપસર કેસ ચાલશે.

Advertisement

માસ્ટર માઈન્ડ લલિત ઝાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ: અન્ય ચાર આરોપીના ફોન બાળી નાખ્યાનો ખુલાસો

સંસદ સુરક્ષા ચૂક કેસમાં પાંચમો અને છેલ્લો આરોપી પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેને તેની ધરપકડ કરી છે. લલિત આ સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. તે સંસદ ભવન બહાર સૂત્રોચ્ચાર કરતો વીડિયો બનાવી રહ્યો હતો. બાદમાં તેણે આ વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લલિત ઝા પોતે મહેશ નામના વ્યક્તિ સાથે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લલિત પાસે અગાઉ પકડાયેલા તમામ આરોપીઓના મોબાઈલ ફોન હતા. તે મૂળ કોલકાતાનો છે. એવું માનવામાં આવે છે કે, પોલીસ આજે લલિતને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે. સુત્રોના જણાવ્યા મુજબ આત્મસમર્પણ કરવા પહોંચેલા ઝા પાસે અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના ફોન નહોતા તે બાકીના તમામના મોબાઈલ લઈ ભાગી ગયો હતો. શરણે આવતા પહેલા તેણે ચારેય ફોન બાળી નાખ્યાનું પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે મહેશ અને કૈલાશ નામના બે અન્ય પાત્રોના નામ આપ્યા હતા. તેમને અટકાયતમાં લેવામાં આવ્યા છે. દિલ્હીમાં સરેન્ડર કરતા પહેલા તે રાજસ્થાનમાં છુપાયો હતો. પુછપરછમાં તેણે કબુલ્યું હતું તે કુચામન ગયો હતો જ્યાં તે પોતાના મિત્ર મહેશને મળ્યો હતો. મહેશે તેના રહેવાની વ્યવસ્થા કરી હતી. મહેશ અને કૈલાશ સાથે મળી ફોન નષ્ટ કર્યાનું તેણે જણાવ્યું હતું જો કે, પોલીસ તેની વાતમાં વિશ્ર્વાસ કરતી નથી.

Tags :
forfugitive criminalindiainformantModi missingParliamentreward
Advertisement
Next Article
Advertisement