For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તામિલનાડુમાં મેઘતાંડવ, શાળા-કોલેજો બંધ, અનેક ટ્રેનો રદ

05:05 PM Dec 18, 2023 IST | Sejal barot
તામિલનાડુમાં મેઘતાંડવ  શાળા કોલેજો બંધ  અનેક ટ્રેનો રદ

હવામાન વિભાગે કડકડતી ઠંડીની વચ્ચે દેશના દક્ષિણી રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ તમિલનાડુ રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે ચારેકોર પાણી ભરાઈ ગયા છે અને લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. કેટલીક જગ્યાઓ પર તો લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે.
હવામાનની ચેતવણીને પગલે સ્ટાલિન સરકારે આજે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.
ઈંખઉ અનુસાર, દક્ષિણ તમિલનાડુમાં 18 ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ પહેલા રવિવારે ક્ધયાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
શનિવારથી દક્ષિણ તમિલનાડુમાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. 18 ડિસેમ્બરે લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાનશાસ્ત્ર કેન્દ્ર બુલેટિને જણાવ્યું હતું કે, હવે કોમોરિન વિસ્તાર અને તેની પડોશમાં ચક્રવાતનું પરિભ્રમણ જોવા મળે છે, જે મધ્ય-ટ્રોપોસ્ફેરિક સ્તર સુધી વિસ્તરે છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ક્ધયાકુમારી, તુતીકોરીન અને તેનકાસી જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
રવિવાર રાતથી ભારે વરસાદને કારણે તમિલનાડુના ચાર જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે સોમવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. પૂરના પાણીમાં રેલવે ટ્રેક ડૂબી જવાથી અને ટ્રેકની આસપાસની કાંકરી ધોવાઈ જવાથી ઘણી ટ્રેનો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે રદ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement