West Bengal / હાવડાના પેપર મીલમાં લાગી ભીષણ આગ, ફાયરફાઈટરની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ, કોઈ જાનહાનીના સમાચાર નહીં
10:47 AM Dec 19, 2023 IST
|
Sejal barot
Advertisement
આજે એટલે કે મંગળવારે સવારે હાવડાના રાણીહાટી વિસ્તારમાં એક પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરના પાંચ ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સમયે ફેક્ટરીમાં કામદારો કામ કરતા હતા. જે બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ પેપર મિલમાં સવારે લગભગ 4:30 કલાકે આગ લાગી હતી.
Advertisement
આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ સમાચાર આવ્યા નથી. હાવડા ફાયર ઓફિસર રંજન કુમાર ઘોષે જણાવ્યું હતું કે, "સવારે લગભગ 4:30 કલાકે, અમને માહિતી મળી હતી કે રાણીહાટી વિસ્તારમાં એક પેપર મિલમાં ભીષણ આગ લાગી છે, ત્યારબાદ આસપાસના વિસ્તારમાં હાજર કુલ પાંચ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા." આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી."
Next Article
Advertisement