For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોતાની સંસદમાંથી હકાલપટ્ટીને સુપ્રીમમાં પડકારતા મહુઆ મોઇત્રા

03:51 PM Dec 11, 2023 IST | Sejal barot
પોતાની સંસદમાંથી હકાલપટ્ટીને સુપ્રીમમાં પડકારતા મહુઆ મોઇત્રા

કેશ ફોર ક્વેરી કેસ, તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા લોકસભાની સદસ્યતા નાબૂદ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. તેમણે એક અરજી દાખલ કરી છે અને તેમની વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભા દ્વારા ઠરાવ પસાર કરવાને ખોટો ગણાવ્યો છે. પકેશ ફોર ક્વેરીથ કેસમાં મહુઆ સામે પગલાં લેતા, તેનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. હકીકતમાં, લોકસભાની એથિક્સ કમિટીએ તેની તપાસમાં જાણવા મળ્યું કે મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને સંસદીય લોગિન આઈડી-પાસવર્ડ આપ્યો હતો.
ટીએમસીના એક નેતા દ્વારા આવું કરીને દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો થયો હતો. એથિક્સ કમિટીએ શોધી કાઢ્યું હતું કે લોગિન આઈડી-પાસવર્ડ આપવાના બદલામાં મહુઆને હિરાનંદાની દ્વારા રોકડ અને ભેટ પણ મળી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને એથિક્સ કમિટીએ મહુઆનું સંસદનું સભ્યપદ રદ કર્યું હતું. એથિક્સ કમિટીના નિર્ણય બાદ મહુઆએ કહ્યું કે કમિટીને તેમની સભ્યતા રદ કરવાનો કોઈ અધિકાર નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે બિઝનેસમેન હિરાનંદાની પાસેથી રોકડ લીધી હોવાના કોઈ પુરાવા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement