For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઢગલો કોલેજો.... અઢળક એન્જિનિયરો... 90%ને નોકરીના ફાંફાં

11:25 AM Dec 21, 2023 IST | Sejal barot
ઢગલો કોલેજો     અઢળક એન્જિનિયરો    90 ને નોકરીના ફાંફાં

ભારતમાં એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા બહુ મોટી છે જેના કારણે દર વર્ષે 15 લાખ એન્જિનિયરો બહાર પડે છે. પરંતુ ડિગ્રી મેળવ્યા પછી જોબ મેળવવી મુશ્કેલ છે. આઈટી સેક્ટરમાં આ વર્ષે હાયરિંગમાં 35થી 40 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. તેના કારણે એન્જિનિયર ગ્રેજ્યુએટ્સે અન્ય ફિલ્ડમાં કામ શોધવું પડે તેવી સંભાવના છે.
ભારતમાં સૌથી આકર્ષક પ્રોફેશન તરીકે મેડિકલ અથવા એન્જિનિયરિંગના નામ લેવામાં આવે છે, પરંતુ જોબ શોધવામાં એન્જિનિયરિંગની ડિગ્રી ઉપયોગી રહી નથી. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં એન્જિનિયરિંગના જેટલા ગ્રેજ્યુએટ બહાર પડે છે તેમાંથી માત્ર 10 ટકાને જોબ મળી શકશે. એટલે કે દર 10માંથી માત્ર એક એન્જિનિયર જોબ મેળવી શકશે. આ વર્ષે દેશમાં 15 લાખ યુવાનો એન્જિનિયર થશે જેમાંથી 1.50 લાખની આસપાસને પોતાના ફિલ્ડમાં જોબ મળશે. બાકીના લોકોએ પોતાના ફિલ્ડની બહાર કામ શોધવું પડશે.
અત્યારે મોટા ભાગના બિઝનેસ આર્થિક નરમાઈનો સામનો કરી રહ્યા છે ત્યારે એન્જિનિયરો માટે સારી જોબ શોધવી મુશ્કેલ છે. આઈટી કંપનીઓમાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હાયરિંગમાં 35થી 40 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.
ભારતમાં કોવિડ અગાઉ 1.60 લાખ જેટલા એન્જિનિયરને હાયર કરવામાં આવતા હતા. આગામી વર્ષે ફરીથી તે આંકડો આવી જાય તેવી શક્યતા છે. ચાલુ વર્ષમાં 2.30 લાખ એન્જિનિયરોને જોબ પર હાયર કરવામાં આવ્યા હતા.
હાલમાં કંપનીઓ ફ્રેશરને ભરતી કરવામાં ખચકાય છે. મોટા ભાગની કંપનીઓ 7થી 12 વર્ષનો અનુભવ હોય તેવા મિડ લેવલના કર્મચારીઓને હાયર કરે છે. ફ્રેશરને ભરતી કરવામાં આવે તો તેમને તાલીમ આપવામાં છ મહિના લાગી જતા હોય છે. તેના કરતા તેઓ અનુભવીઓને જ ભરતી કરે છે.
ભારતમાં બિઝનેસ જગતમાં નવા ફેરફાર આવ્યા છે તેના કારણે પણ એન્જિનિયરોની ભરતીને અસર થવાની છે.
નાણાકીય વર્ષ 2022માં ફ્રેશરની ભરતીનો આંકડો 4 લાખ સુધી પહોંચી ગયો હતો. ત્યાર પછી ભરતી ઘટી છે અને એટ્રીશન દર 30 ટકાની ઉપર ગયો છે. હવે એટ્રિશન દર ઘટ્યો છે અને 16થી 18 ટકાની આસપાસ છે કારણ કે જોબ મળવી મુશ્કેલ છે.
એક્સપર્ટ જણાવે છે કે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સે સારી જોબ મેળવવી હોય તો પોતાની સ્કીલમાં સતત સુધારો કરવો જોઈએ અને કંઈક નવું શીખતા રહેવું જોઈએ. તેઓ ડેટા સાયન્સ, મશીન લર્નિંગ અને સાઈબર સિક્યોરિટીમાં પોતાની સ્કીલ વધારી શકે છે.

Advertisement

સ્કીલ બેઝડ જોબની જરૂરિયાત વધી

હાલમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને નોન-ટેક્નોલોજી સર્વિસિસમાં જોબની તક છે. ખાસ કરીને બેન્કિંગ, ફાઈનાન્સ, ઈન્શ્યોરન્સ સર્વિસમાં જોબ મળી શકે છે. આ ઉપરાંત રિટેલ, મીડિયા, કન્ઝ્યૂમર બિઝનેસ, લાઈફ સાયન્સિસ, હેલ્થકેર, એન્જિનિયરિંગ RDમાં એન્ટ્રી લેવલના હાયરિંગમાં વધારો થયો છે. પરંતુ તેમાં સ્કીલ જોવામાં આવે છે. એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી પણ લોકો સીધા રોજગારી મેળવવા માટે લાયક નથી હોતા. લગભગ 45 ટકા એન્જિનિયરો ઈન્ડસ્ટ્રીની જરૂૂરિયાત પ્રમાણે તાલીમબદ્ધ હોતા નથી તેમ એક્સપર્ટ જણાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement