For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોગામેડી હત્યાકાંડમાં લેડી ડોન પૂજા સૈનીની ધરપકડ, AK-47 જપ્ત

11:32 AM Dec 12, 2023 IST | Sejal barot
ગોગામેડી હત્યાકાંડમાં લેડી ડોન પૂજા સૈનીની ધરપકડ  ak 47 જપ્ત

ગોગામેડી હત્યાકાંડમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોરેન્સ ગેંગ અને રોહિત ગોદારા માટે કામ કરતી પૂજા સૈની નામની છોકરીની ધરપકડ કરાઈ છે. પૂજા સૈની મૂળ રાજસ્થાનના ટોંક જિલ્લાની છે અને તે એર હોસ્ટેસનું ભણી રહી છે.
પૂજાએ જ રોહિત અને નીતિન સુધી હથિયારો પહોંચતા કર્યાં હતા. એટલું જ નહીં પરંતુ તેણે હત્યારાની બધી વ્યવસ્થા પણ કરી આપી હતી. પૂજાએ ગોગામેડીના ઘરની રેકી પણ કરી હતી અને આરોપીઓના જયપુરમાં રહેવા-જમવાની પણ વ્યવ્યસ્થા કરી આપી હતી. પૂજા લોરેન્સ ગેંગ વતી કામ કરી રહી હતી.
રાજસ્થાનમાં રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને આશંકા મુજબ, ધરપકડ કરાયેલા શૂટર્સ અને મદદગારો ઉપરાંત નામો પણ બહાર આવવા લાગ્યા છે. હવે આ કેસમાં એક લેડી ડોન પૂજા સૈનીનું નામ પણ સામે આવ્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા માટે હથિયારો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં સંડોવાયેલી પૂજાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને પૂજાના ઘેરથી એક અઊં-47 અને અનેક નકલી આઈડી પણ જપ્ત કર્યાં છે. ગોગામેડી હત્યાકાંડમાં આ મોટી ધરપકડ કહી શકાય.
ગોગામેડી હત્યાકાંડમાં અત્યાર સુધી પાંચ આરોપીઓ ઝડપાયા છે. રામવીર, રોહિત-નીતિન, પૂજા અને અન્ય એક સામેલ છે. આ રીતે કુલ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 5 ડિસેમ્બરના રોજ રાજ્યની રાજધાની જયપુરના શ્યામ નગરમાં સ્થિત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement