રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી હત્યા કરી, લાશનો સ્ટેટસમાં ફોટો મુકયો

05:11 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

ચેન્નઈમાં લાંબા સમય સુધી લિવ-ઈનમાં રહ્યા બાદ એક વ્યક્તિએ પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખી. એટલું જ નહીં, હત્યારો આશિક પોતાની પ્રેમિકાની લાશ હોટલના એ જ રૂૂમમાં મૂકી ગયો હતો જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેનાથી પણ વધુ ભયાનક વાત એ છે કે, હત્યા બાદ તેણે પોતાની ગર્લફ્રેન્ડની ડેડબોડીનો ફોટો પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકી દીધો હતો. બંનેના કેટલાક કોમન ફ્રેન્ડ્સે જ્યારે તે તસવીર જોઈ ત્યારે તેમને કમકમા આવી ગયા હતા અને તરત પોલીસને જાણ કરી હતી.ક્રોમપેટ હોટલનો એક રૂૂમ લાંબા સમયથી બંધ હોવાની પોલીસને જાણ થઇ હતી. પોલીસની ટીમ તરત જ હોટલ પર પહોંચી હતી. ત્યાં જ્યારે રૂૂમ નંબર 201 ખોલવામાં આવ્યો તો બધા દંગ રહી ગયા. પોલીસ જે છોકરીને શોધી રહી હતી તેની લાશ આગળના પલંગ પર પડી હતી. હોટલ મેનેજરે જણાવ્યું કે, કેરળના કોલ્લમની રહેવાસી ફોસિયા પોતાના મિત્ર આશિક સાથે અહીં રહેવા આવી હતી. બંને અવારનવાર ત્યાં આવતા હતા. પોલીસે હોટલ અને તેની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા તો જાણવા મળ્યું કે આરોપી આશિક નજીકની રેસ્ટોરન્ટમાં ગયો હતો. પોલીસે વિલંબ કર્યા વિના તે રેસ્ટોરન્ટમાંથી આરોપીની ધરપકડ કરી હતી.20 વર્ષીય ફોસિયા ક્રોમપેટની એક નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. લગભગ પાંચેક વર્ષ પહેલાં તેની મુલાકાત આશિક સાથે થઇ હતી. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પરિવારજનોએ વિરોધ કર્યો તો બંને તેમનાથી અલગ થઈ ગયા અને ભાડાના રૂૂમમાં રહેવા લાગ્યા. આ દરમિયાન ફોસિયા ગર્ભવતી બની હતી અને તેને એક બાળક પણ થયું હતું. આ દરમિયાન જ્યારે આશિકનું દિલ ફોસિયાથી ભરાઈ ગયું ત્યારે તેણે અન્ય છોકરીઓને ફસાવીને તેની સાથે સંબંધો બાંધ્યા હતા. જ્યારે ફોસિયાએ આ વાતની જાણ થઈ ત્યારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.
વાત એટલી હદે પહોંચી કે બે વર્ષ પહેલા બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યાર બાદ ફોસિયાએ તેની સામે રેપની ફરીયાદ કરતાં તે જેલમાં ગયો જોકે બાદમાં ફોસિયા તેની સાથે સમાધન કરી લેતા બન્ને સાથે રહેવા લાગ્યાં હતા આ બધું બન્યાં બાદ પણ આશિકાના બીજી છોકરીઓ સાથેના સંબંધમાં ચાલું રહ્યાં અને ફરી ઝગડો થતાં આશિકે હોટલમાં પ્રેમિકાની હત્યા કરી હતી અને લાશનો ફોટો સ્ટેટસ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.

Advertisement

Tags :
ChennaigirlfriendhavingindiaKilled aftersexwith
Advertisement
Next Article
Advertisement