રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતીય નૌસેનાની સુરક્ષામાં વધારો / સામેલ કરાયું સ્વદેશી INS ઈમ્ફાલ, આ 10 મુદ્દામાં જાણો શું છે ખાસિયત

03:05 PM Dec 26, 2023 IST | Sejal barot
Advertisement

ભારતનું સ્વદેશી યુદ્ધ જહાજ INS ઇમ્ફાલને આજે નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે. INS ઇમ્ફાલનો કમિશનિંગ સમારોહ નેવલ ડોકયાર્ડ, મુંબઇ ખાતે યોજાયો હતો. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. INS ઇમ્ફાલ એ વિશાખાપટ્ટનમ વર્ગનું વિનાશક છે, જેને ભારતીય નૌકાદળ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ પણ ભારતમાં કરવામાં આવ્યું છે.

Advertisement

INS ઇમ્ફાલ સાથે સંબંધિત 10 તથ્યો

1. INS ઈમ્ફાલએ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર-પૂર્વના કોઈ શહેર પર રાખવામાં આવ્યું છે. INS ઈમ્ફાલ એ વાતનું મહત્વ દર્શાવે છે કે, દેશનો ઉત્તર-પૂર્વ વિસ્તાર દેશની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે. યુદ્ધ જહાજનું નામ મણિપુરની રાજધાની ઇમ્ફાલના નામ પર રાખવાના નિર્ણયને રાષ્ટ્રપતિએ વર્ષ 2019માં મંજૂરી આપી હતી.

2. INS ઇમ્ફાલનું નિર્માણ Mazagon Dock Limited ખાતે કરવામાં આવ્યું છે અને તેના નિર્માણમાં 75 % ટેક્નોલોજી સ્વદેશી છે. INS ઇમ્ફાલ સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં બ્રહ્મોસ મિસાઇલો સાથે તૈનાત છે. આ ઉપરાંત તેના પર રોકેટ લોન્ચર અને સબમરીનને ટાર્ગેટ કરતી 76 mm સુપર રેપિડ ગન પણ લગાવવામાં આવી છે. INS ઇમ્ફાલ બરાક પણ 8 મિસાઇલો, સર્વેલન્સ રડાર અને ટોર્પિડોથી સજ્જ છે.

3. INN ઇમ્ફાલ પરમાણુ હુમલો, જૈવિક હુમલો અને રાસાયણિક હુમલાની સ્થિતિમાં પણ લડવામાં સક્ષમ છે.

4. તેમાં સંયુક્ત ગેસ અને ગેસ પ્રોપલ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે આ યુદ્ધ જહાજ 30 નોટની ઝડપે આગળ વધવામાં સક્ષમ છે.

5. નેવીનું કહેવું છે કે, આઈએનએસ ઈમ્ફાલ ભારતમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ યુદ્ધ જહાજ છે અને તે યુદ્ધ જહાજ બનાવવાની ભારતની ક્ષમતાઓનું પ્રતિબિંબ છે.

6. INS ઇમ્ફાલ 20 ઓક્ટોબરે ભારતીય નૌકાદળને આપવામાં આવ્યું હતું. અગાઉ તેની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. નેવીએ તેનું સફળ પરિક્ષણ પણ કર્યું, જે બાદ હવે તે નેવીમાં જોડાવા માટે તૈયાર છે.

7. નૌકાદળમાં કાર્યરત થયા બાદ INS ઇમ્ફાલ નૌકાદળના પશ્ચિમી નૌકા કમાન્ડનો એક ભાગ બનશે.

8. આ યુદ્ધ જહાજ નેવીના પ્રોજેક્ટ 15B (વિશાખાપટ્ટનમ ક્લાસ)નો એક ભાગ છે. જે પ્રોજેક્ટ 15A (કોલકાતા કેટેગરી) અને પ્રોજેક્ટ 15 (દિલ્હી કેટેગરી)નું આધુનિક સ્વરૂપ છે.

9. INS ઇમ્ફાલની કુલ લંબાઈ 535 ફૂટ, ઊંચાઈ 57 ફૂટ અને કુલ વજન 7400 ટન છે. તેના પર 300 નાવિક તૈનાત કરી શકાય છે અને તે એક સમયે 42 દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેના પર ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર પણ તૈનાત કરી શકાય છે.

10. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવના જવાબમાં ભારતીય નૌકાદળ પણ તેની ક્ષમતાઓમાં સતત વધારો કરી રહ્યું છે. INS ઈમ્ફાલ નેવીમાં જોડાવાથી ભારતની લડાયક ક્ષમતાઓમાં વધુ સારી થશે.

નૌકાદળએ કહી આ મહત્વની વાત

INS ઈમ્ફાલના નૌસેનામાં સમાવેશ થયા બાદ પોતાના સંબોધનમાં નૌસેનાના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે, INS ઈમ્ફાલ આપણી સમુદ્ર સુરક્ષાને જ મજબૂત કરશે આ ઉપરાંત આપણી અખંડ ભારતની તાકાતનો પણ પુરાવો છે. સાથે જ અમે વધુ ચાર ડેસ્ટ્રોયર પણ સમુદ્રમાં તૈનાત કરી દીધા છે, જેમાં 15 અલ્ફા અને બ્રાવો ક્લાસના ડેસ્ટ્રોયર પણ સામેલ છે. વ્યવસાયિક જહાજોને સમુદ્રમાં લૂંટારુઓ અને ડ્રોન હુમલાની વધતી ઘટનાથી બચાવવા માટે આ ડેસ્ટ્રોયર મહત્વનું સાબિત થશે.

 

Tags :
ImphalinincreaseIndian NavyIndigenousinductedINSofstrength
Advertisement
Next Article
Advertisement