For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોનામાં ઓક્સિજન પ્લાન્ટના નામે કચ્છી માડુંએ કળા કરી 30 કરોડનું કૌભાંડ આચર્યું

12:25 PM Dec 08, 2023 IST | Sejal barot
કોરોનામાં ઓક્સિજન પ્લાન્ટના નામે કચ્છી માડુંએ કળા કરી 30 કરોડનું કૌભાંડ આચર્યું

મુંબઇ શહેરમાં કોવિડ-કાળ દરમિયાન ઑક્સિજન પ્લાન્ટ્સના કોન્ટ્રેક્ટના કૌભાંડની તપાસ કરી રહેલી ઈઓડબ્લ્યુને આ વાત ધ્યાનમાં આવી છે.
અરેસ્ટ કરાયેલા રોમિન છેડાએ પાવર ઑફ ઍટર્ની દ્વારા મેળવેલા કોન્ટ્રેક્ટ વિષે પણ તપાસ ચાલી રહી છે
કોવિડની કટોકટી વખતે શહેરીજનો જ્યારે ઑક્સિજન માટે ફાંફાં મારતા હતા ત્યારે માટુંગામાં રહેતા રોમિન છેડા નામના ગાર્મેન્ટ ફેક્ટરીના માલિકે પોતાના રાજકીય કનેક્શનનો ઉપયોગ કરીને ઑક્સિજન પ્લાન્ટ્સ નાખવાના કોન્ટ્રેક્ટમાંથી 30 કરોડ રૂૂપિયાની કથિતપણે કમાણી કરી હતી.
બીએમસી સાથે 6.32 કરોડ રૂૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ગયા અઠવાડિયે રોમિન છેડાને અટકાયત હેઠળ લેવામાં આવ્યો હતો અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની અટકાયત વધુ બે દિવસ માટે મંજૂર કરી હતી. પ્લાન્ટ નાખવામાં ઢીલ થઈ હોવા છતાં કોન્ટ્રેક્ટરને દંડ કરવામાં નહોતો આવ્યો એ વિશે ઇકોનોમિક ઑફેન્સિસ વિન્ગ (ઈઓડબ્લ્યુ) તપાસ કરી રહી છે. રોમિન છેડાએ પાવર ઑફ ઍટર્ની દ્વારા બીએમસીનો કોન્ટ્રેક્ટ મેળવ્યો હોવા વિશેની ઈઓડબ્લ્યુ તપાસ કરી રહી છે.
ઈઓડબ્લ્યુના અધિકારીએ જણાવ્યું હતું કે મૂળ કોન્ટ્રેક્ટરને આમાં ફક્ત બે કરોડ રૂૂપિયાની કમાણી થઈ હતી, જ્યારે રોમિન છેડાને 30 કરોડ રૂૂપિયાની કમાણી થઈ હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે કોવિડની અસર થોડી હળવી થયા પછી કેટલાક ઑક્સિજન પ્લાન્ટને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા હતા, જેની અમે તપાસ કરી રહ્યા છીએ.
સરકારી હોસ્પિટલોમાં નવ અને જમ્બો કોવિડ સેન્ટર્સમાં છ ઑક્સિજન પ્લાન્ટ્સ માટે અલાહાબાદ સ્થિત હાઇવે ક્ધસ્ટ્રક્શન કંપનીને યુનિસ્સી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને 140 કરોડ રૂૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો પણ આમાંથી તે બે કરોડ રૂૂપિયા જ્યારે રોમિન છેડાને 30 કરોડ રૂૂપિયા કથિતપણે મળ્યા હતા એવું ઈઓડબ્લ્યુને તપાસમાં માલૂમ પડ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં રોમિન છેડાએ પોતાની રાજકીય વગના જોરે બીએમસીના 36 કોન્ટ્રેક્ટ મેળવ્યા હતા.
રોમિન છેડાને સૂરજ ચવાણ સાથે સંબંધ હોવાનું મનાય છે અને સૂરજ ચવાણને આદિત્ય ઠાકરે સાથે લિન્ક હોવાનું મનાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement