For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સે બનાવ્યો રેકોર્ડ હાઈ, પહેલીવાર 70 હજારને પાર

11:13 AM Dec 11, 2023 IST | Bhumika
શેરબજારમાં જોરદાર તેજી  સેન્સેક્સે બનાવ્યો રેકોર્ડ હાઈ  પહેલીવાર 70 હજારને પાર

સેન્સેક્સે પહેલીવાર 70,000ની સપાટી વટાવી છે અને બજારને નવા શિખરે લઈ લીધું છે. બજારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચીને ઐતિહાસિક ઉછાળો દર્શાવ્યો છે. આજે સવારે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 9.55 મિનિટે 70,048.90ની સપાટીએ પહોંચી ગયું હતું. અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી-50 વિશે વાત કરીએ તો, તે શરૂઆતના ટ્રેડિંગમાં જ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.ભારતીય શેર માર્કેટમાં ગયા અઠવાડિયે જે તેજીનો તબક્કો શરૂ થયો હતો તે આ અઠવાડિયે પણ ચાલી રહ્યો છે.

Advertisement

સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ સતત નવા ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યો છે. નિફ્ટીએ 10.70 પોઈન્ટના ઉછાળા સાથે 20,980.10 ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી અને પછી વધુ ઉછાળો શરૂ કર્યો હતો. સવારે 10 વાગ્યા સુધીમાં, તે લગભગ 40 પોઈન્ટ્સ વધ્યો અને 21,019.80 ની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે તેનું અત્યાર સુધીનું ટાઈમ હાઇ લેવલ છે.

પ્રી-ઓપનમાં બજારનું ચિત્ર આવું હતું
શેરબજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 111 પોઈન્ટ અથવા 0.16 ટકાના ઉછાળા સાથે 69936 ના સ્તર પર દેખાઈ રહ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 2.40 પોઈન્ટના મામૂલી વધારા સાથે 20971 ના સ્તર પર રહ્યો.

Advertisement

સેન્સેક્સ શેરોની સ્થિતિ

ઓપનિંગ સમયે, સેન્સેક્સના 30માંથી 14 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 16 શેરો એવા છે જે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેક્સના ટોચના લાભકર્તાઓમાં ઇન્ડસઇન્ડ બેન્ક 1.47 ટકા અને HCL ટેકમાં 1.19 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.81 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.67 ટકા ઉપર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement