રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંડર-19 એશિયા કપમાં ગુજરાતી રાજ લિંબાણીનો તરખાટ, 7 વિકેટ ઝડપી

12:54 PM Dec 13, 2023 IST | Sejal barot
Advertisement

ભારતના 18 વર્ષીય યુવા ઝડપી બોલર રાજ લિંબાણીએ દુબઈમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે પોતાના બોલિંગથી કોહરામ મચાવ્યો હતો. મંગળવારે ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2 પર રમાયેલી આ મેચમાં રાજ લિંબાણીએ (9.1-3-13-7) નેપાળી બેટ્સમેનો સામે તેના બોલથી તબાહી મચાવી હતી. પરિણામ નેપાળની ટીમ માત્ર 22.1 ઓવરમાં માત્ર 52 રનમાં સમેટાઈ ગઈ હતી. તેની સામે ભારતે જીતનું લક્ષ્ય માત્ર 7.1 ઓવરમાં કોઈ પણ નુકશાન વગર મેળવી લીધું હતું. આ પ્રદર્શન બાદ એક યુવા બોલર અંડર-19 લેવલમાંથી ઉભરતો જોવા મળી રહ્યો છે. આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે ત્યારે રાજ લિંબાણીના આ પ્રદર્શનથી જુનિયર સિલેક્ટર અને ટીમને ઘણી આશા છે. આ પ્રદર્શન બાદ સર્વત્ર રાજ લીંબાણીના નામની ચર્ચા થઈ હતી. અંડર-19માં ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણના નામે છે. પઠાણે 2004માં પાકિસ્તાનમાં રમાયેલા જુનિયર એશિયા કપમાં બાંગ્લાદેશ સામે 16 રન આપીને 9 વિકેટ લીધી હતી. આજ સુધી જુનિયર ક્રિકેટમાં અન્ય કોઈ બોલર આ રેકોર્ડને સ્પર્શી શક્યો નથી.

Advertisement

Tags :
7CupGujarati Raj Limbani's Tarkhat in Under-19 Asiatookwickets
Advertisement
Next Article
Advertisement