For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મફતમાં આધાર અપડેટ કરવાની મુદત ફરી વધી

11:30 AM Dec 13, 2023 IST | Sejal barot
મફતમાં આધાર અપડેટ કરવાની મુદત ફરી વધી

તમામ આધાર કાર્ડ ધારકોને મંગળવારે સારા સમાચાર મળ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીએ ફરી એકવાર આધારને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બરે પૂરી થઈ રહી હતી. આ તારીખ સુધી સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
આધાર ઓથોરિટી UIDAIએ સત્તાવાર અપડેટમાં સમયમર્યાદા વધારવાની માહિતી આપી હતી. ઓથોરિટીએ કહ્યું કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર અપડેટ કરી શકાય છે.
ઓથોરિટીએ કહ્યું કે 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માય આધાર પોર્ટલ પર આધાર વિગતો અપડેટ કરવાની મફત સુવિધા ઉપલબ્ધ હતી. જો કોઈ યુઝર ઓનલાઈનને બદલે આધાર સેન્ટર પર જઈને ઓફલાઈન આધાર અપડેટ કરે છે તો તેણે 25 રૂૂપિયા ફી ચૂકવવી પડશે. હવે સમયમર્યાદા લંબાયા બાદ પણ એ જ વ્યવસ્થા યથાવત રહેશે. એટલે કે, મફત આધાર અપડેટની સુવિધા માત્ર ઓનલાઈન કિસ્સામાં જ ઉપલબ્ધ થશે.
ઘણા કિસ્સાઓમાં આધારની વિગતો અપડેટ કરવી જરૂૂરી બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમારું સરનામું બદલાઈ ગયું છે તો તેને અપડેટ કરવું જોઈએ. આધાર ઓથોરિટી એવા વપરાશકર્તાઓને પણ તેમના આધાર અપડેટ કરવા માટે કહી રહી છે, જેમના માટે અનન્ય ઓળખ બનાવવામાં આવ્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement