રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઈતિહાસમાં પ્રથમ વખત સિયાચીન ગ્લેશિયર પર મેડિકલ ઓફિસર તરીકે મહિલાને કરાઈ તૈનાત, ભારતીય સેનાએ જાહેર કર્યો વીડિયો

10:38 AM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે. સિયાચીન બેટલ સ્કૂલમાં સખત તાલીમ મેળવ્યા પછી, તેમને 15200 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

Advertisement

કેપ્ટન ફાતિમા વસીમ બન્યા પ્રથમ મેડિકલ ઓફિસર

ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેપ્ટન ફાતિમા વસીમ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે સિયાચીન વોરિયર્સની કેપ્ટન ફાતિમા વસીમ સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મેડિકલ ઓફિસર બની છે.

 

તેમણે કહ્યું કે, કેપ્ટન ફાતિમા વસીમની 15 હજાર ફીટ પર પોસ્ટિંગ તેમની અદમ્ય ભાવના અને ઉચ્ચ પ્રેરણાને દર્શાવે છે.

Tags :
a woman has been posted as a medicalFor the first time in historyGlacierOfficeronSiachen
Advertisement
Next Article
Advertisement