For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પરિણામોની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાશે: કાર્યકર્તાઓને મોદીનું સંબોધન

11:07 AM Dec 04, 2023 IST | Sejal barot
ચૂંટણી પરિણામોની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાશે  કાર્યકર્તાઓને મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ માળા પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે ઈમાનદારી અને માનવતાની જીત થઈ છે.
તેલંગાણામાં પણ બીજેપી પ્રતિ સમર્થન સતત વધી રહ્યું છે. પરિવાર જનો સાથે પ્રેમ વ્યક્ત કર્યો છે. હું વ્યક્તિગત રૂૂપે અનુભવ કરું છું કે લોકો પ્રત્યે મારી જવાબદારી વધી જાય છે. આજે પણ મારા મનમાં એ જ ભાવ છે હું મારી માતાઓ, બહેનો અને દીકરીઓ સામે, મારા યુવા સાથીઓ સાથે અને ખેડૂતો અને ગરીબ પરિવારો સામે હું સતત કામ કરું. એમણે જે નિર્ણય કર્યો છે. જે સમર્થન આપ્યું છે તેના માટે હું નતમસ્તક છું. આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચી રહી છે . મારા માટે આ ચાર જાતિઓ છે. નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબ પરીવાર આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ સશક્ત થવાનો છે. આજે મોટી સંખ્યામાં ઓબીસી, અને આદિવાસી સમાજના લોકો આ ચાર જાતિમાં આવે છે. જેમણે બહુ મોટો ઉત્સાહ દેખાડ્યો છે. આજે દરેક ગરીબ કહી રહ્યો છે કે તે પોતે જીવી રહ્યો છે. આજે દરેક વંચિતના મનમાં એ જ ભાવના છે કે આ ચૂંટણી અમે જિત્યા છે. આજે દરેક આદિવાસી ગર્વ સાથે છે. પહેલી વખત વોટિંગ કરનારા લોકો કહી રહ્યા છે મારા વોટથી મારી જીત થઈ છે. દરેક મહિલા પોતાની જીત જોઈ રહી છે.
ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી છે કે દેશનો યુવાન માત્ર અને માત્ર વિશ્વાસ ઈચ્છે છે. જ્યાં સરકારોએ યુવાઓ વિરુદ્ધ કામ કર્યું ત્યાં સરકાર સત્તામાંથી બાદ થઈ છે. ચાહે રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે તેલંગાણા હોય આ ત્રણેય રાજ્યોમાં સત્તામાં બેઠેલા લોકોને સત્તામાંથી દૂર કરી દીધા છે. આજે દેશના યુવાઓમાં આ ભરોસો સતત વધી રહ્યો છે કે બીજેપી જ તેમની આકાંક્ષાઓ સમજે છે અને તેમના માટે કામ કરે છે. દેશનો યુવાન જાણે છે કે બીજેપીની સરકાર યુવા હિતેચ્છી હોય છે. યુવાનો માટે નવો અવસર બનાવનારી છે.
આ ચૂંટણીના પરિણામોની ગૂંજ ચાર રાજ્યો પૂરતી સીમિત નહીં રહે. ખૂબ દૂર સુધી આખી દુનિયામાં આ ચૂંટણીના પરિણામોની ગૂંજ સંભળાશે. આ ચૂંટણી પરિણામ વિશ્વભરમાં ગૂંજશે.રોકાણકારોને પણ ભરોસો અપાવશે. વિકસિત ભારતનો જે સંકલ્પ અમે લીધો તેને લોકોનું સતત સમર્થન મળ્યું છે. આજે દુનિયા જોઈ રહી છે કે ભારતનું લોકતંત્ર અને ભારતના લોકો કેટલા પરિપક્વ છે. આજે દુનિયા જોઈ રહી છે કે ભારતના લોકો પૂર્ણ બહુમત માટે, સ્થિર સરકાર માટે સમજી વિચારીને વોટ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement