For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પ શૂટરની કરાઈ ધરપકડ

10:28 AM Dec 09, 2023 IST | Sejal barot
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી  મોટી સફળતા   લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પ શૂટરની કરાઈ ધરપકડ

દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પ શૂટરની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એન્કાઉન્ટર બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, લોરેન્સ ગેંગના બે શાર્પ શૂટર્સ વસંત કુંજ વિસ્તારમાં છે અને ત્યારબાદ સ્પેશિયલ સેલ તેમને પકડવા માટે નીકળી હતી. ઘટનાસ્થળે બદમાશો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, ત્યારબાદ પોલીસે લોરેન્સના બંને શાર્પ શૂટરની ધરપકડ કરી હતી.

Advertisement

શુક્રવારે પણ કરવામાં આવી હતી ધરપકડ

કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર-લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ પંજાબના ફરીદકોટના શિરોમણી અકાલી દળના ધારાસભ્ય દીપ મલ્હોત્રાના પંજાબી બાગ ઘરની બહાર આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Advertisement

દીપ મલ્હોત્રાનો પંજાબમાં દારૂનો મોટો બિઝનેસ

દીપ મલ્હોત્રાનો પંજાબમાં દારૂનો મોટો બિઝનેસ છે. લોરેન્સ ગેંગે તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ પૂર્વ ધારાસભ્યએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 72 કલાકની અંદર બે શૂટરોની ધરપકડ કરીને રહસ્ય ઉકેલ્યું છે. તેમની પાસેથી બે પિસ્તોલ, સાત કારતૂસ અને ચોરીની એક બાઇક મળી આવી છે. સ્પેશિયલ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ રવિન્દ્ર સિંહ યાદવના જણાવ્યા અનુસાર, હરિયાણાના સોનીપતના રહેવાસી આકાશ ઉર્ફે કાસા અને ચરખી દાદરીના રહેવાસી નિતેશ ઉર્ફે સિન્ટીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement