For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોનાએ માથું ઊંચક્યું: સિંગાપોરમાં 56000, ભારતમાં 6 મહિના પછી સૌથી વધુ કેસ

11:03 AM Dec 16, 2023 IST | Sejal barot
કોરોનાએ માથું ઊંચક્યું  સિંગાપોરમાં 56000  ભારતમાં 6 મહિના પછી સૌથી વધુ કેસ

કોરોના રોગચાળો ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે. હકીકતમાં, સિંગાપોરમાં કોરોનાના કેસ 56 હજારને વટાવી ગયા છે. આ આંકડા છેલ્લા અઠવાડિયાના છે. ગયા અઠવાડિયે આ આંકડો 32 હજાર હતો. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં 75 ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે 19 ડિસેમ્બરથી દરરોજ કોરોના અપડેટ્સ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. ભારત માટે ચિંતાની વાત એ છે કે ગઈકાલે દેશમાં 272 કેસ નોંધાયા હતા એ પૈકી 280 કેરળમાં હતા જે 6 મહિનામાં મોટો આંકડો છે. સિંગાપોર સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે. જો લોકો બીમાર ન હોય તો પણ તેમને માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વૃદ્ધ લોકો સાથે રહેતા લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે.
સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ટૂંક સમયમાં સિંગાપોર એક્સ્પો હોલ નંબર 10 માં કોવિડ દર્દીઓ માટે પથારી સ્થાપિત કરવામાં આવશે. ક્રોફર્ડ હોસ્પિટલ પહેલેથી જ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગાપોરમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા દરરોજ સરેરાશ 225-350 છે. તે જ સમયે, ચેપને કારણે ઈંઈઞમાં દાખલ દર્દીઓની દૈનિક સરેરાશ 4-9 છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના સંક્રમિત દર્દીઓ કોરોના વેરિઅન્ટ ઉંગ.1 થી સંક્રમિત છે, જે ઇઅ.2.86 થી સંબંધિત છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકાર અત્યંત સંક્રમિત નથી (એક દર્દીથી બીજા દર્દીમાં ટ્રાન્સફર થાય છે.
ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જો કે, શુક્રવારે દેશમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 280 માત્ર કેરળના છે. ઉપરાંત, જે દર્દીઓને ચેપ લાગ્યો છે, તેમના લક્ષણો પણ બહુ ગંભીર નથી. સરકારી ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 17605 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 1296 થઈ છે.

Advertisement

વિશ્વમાં પિરોલા તરીકે જાણીતું નવું સ્વરૂપ કેરળમાં જોવા મળ્યું

કેરળમાં કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂૂપ સામે આવ્યું છે. જીનોમ સિક્વન્સિંગ પછી તેની શોધ થઈ હતી. વૈજ્ઞાનિકોએ તેને જેએન.1 નામ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા, સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તાજેતરમાં થયેલા વધારા માટે આ જવાબદાર છે. નિષ્ણાતો કહે છે કે ભારત માટે અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ ડો. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે ભારતની બહાર JN.1 સબફોર્મથી સંક્રમિત દર્દીઓની સંખ્યા મોટી સંખ્યામાં છે, પરંતુ ભારતમાં અત્યાર સુધીમાં માત્ર કેરળમાં જ કેસ નોંધાયા છે. તેનું સૌથી મોટું કારણ કેરળમાં જિનોમ સિક્વન્સિંગ પર સતત ફોકસ છે, અન્ય રાજ્યોની સ્થિતિ ત્યારે જ જાણી શકાશે જ્યારે ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે. વિશ્વમાં પિરોલા તરીકે ઓળખાતા દેશના જીનોમિક્સ ક્ધસોર્ટિયમ એટલે કે INSACOGના કો-ચેરમેન ડો. એન.કે. અરોરા કહે છે કે ભારત માટે ચિંતા કરવાની કોઈ વાત નથી. કેરળમાં ઓળખાયેલ ઉંગ.1 સબફોર્મ કોરોનાના ઇઅ.2.86 સ્વરૂૂપમાંથી ઉદ્દભવ્યું છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પિરોલા નામથી ઓળખવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં આને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ત્યાં સંક્રમણના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે, પરંતુ ભારતમાં આવી સ્થિતિ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement