For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંસદમાં બે ખરડા પસાર થતાં કાશ્મીરનું સંપૂર્ણ એકીકરણ

11:05 AM Dec 12, 2023 IST | Sejal barot
સંસદમાં બે ખરડા પસાર થતાં કાશ્મીરનું સંપૂર્ણ એકીકરણ

સુપ્રીમ કોર્ટે ગઈકાલે કલમ 370ની નાબુદી બહાલ રાખ્યા બાદ લોકસભા પછી રાજ્યસભામાંથી પણ જમ્મુ કાશ્મીર અનામત અને પુનર્ગઠન બિલ પાસ થઈ ગયું છે. આ બંને જ બિલ પાસ થવાથી જમ્મુ કાશ્મીરમાં હવે ઘણું બધું બદલાઈ જશે. આ ખરડા પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ વિસ્તારથી બધું જ જણાવ્યું અને અનેક પ્રસંગે કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યું. જાણકારી માટે જમ્મુ કાશ્મીર અનામત (સંશોધન) બિલ, 2023 હકિકતમાં એક એમેડમેન્ટ છે જે જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ 2004માં કરાયું છે.
આ ખરડા અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને શૈક્ષેણિક રીતે પછાત વર્ગના લોકોને અનામત આપવાની વાત કરાઈ છે. એક મોટો ફેરફાર એ પણ કરાયો છે કે હવે કાયદામાં ક્યાંય પણ નબળા કે વંચિત વર્ગ નહીં લખવામાં આવે, તેની જગ્યાએ પછાત વર્ગ શબ્દનો ઉપયોગ થશે.
બીજા ખરડાની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019માં સંશોધિત કરીને લાવવામાં આવ્યું છે. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરમાીં પુનર્ગઠનની જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા સીટની સંખ્યા વધારીને 90 કરી દેવાઈ છે. તો અનુસૂચિત માટે સાત જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 9 સીટ અનામત રહેશે. આ કારણે જ વિધાનસભામાં સીટની કુલ સંખ્યા વધીને 119 થઈ ગઈ છે. જેમાં ઙજ્ઞઊંની 24 સીટ પણ સામેલ કરાઈ છે. મહત્વની વાત એ છે કે હવે કાશ્મીરી પંડિત માટે પણ બે સીટ અનામત રહેશે, જેમાં એક મહિલા ઉમેદવારને રાખવાનું પણ ફરજિયાત રહેશે.

Advertisement

નેહરુ હૈદ્રાબાદ અને જૂનાગઢ ન ગયા: કાશ્મીરનો મુદ્દો અડધો છોડી આવી ગયા: શાહના તીક્ષ્ણ પ્રહારો

રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈને સવાલ ઉઠાવ્યા. તેમને કહ્યું કે જો તે સમયે સીઝફાયર ના થયુ હોત તો આજે પીઓકે ના હોતુ. જવાહરલાલ નેહરૂૂ બે દિવસ રોકાઈ જતા તો પીઓકે તિરંગા હેઠળ હોત. કલમ 370 પર બોલતા શાહે કહ્યું કે આઝાદી બાદ હૈદારબાદમાં કાશ્મીરથી મોટો પ્રોબ્લેમ થયો હતો. શું ત્યાં નેહરૂૂ ગયા હતા? જૂનાગઢ, લક્ષદ્રીપ, જોધપુરમાં નેહરૂૂ ગયા હતા? તે માત્ર કાશ્મીરનું કામ જોતા હતા અને તે પણ અડધુ છોડીને આવી ગયા. તેમને સવાલ કર્યો કે આખરે કાશ્મીરના વિલયમાં સમય કેમ લાગ્યો? અમિત શાહે કહ્યું કે ઈતિહાસને 1 હજાર ફૂટ નીચે દબાબી દો પણ સત્ય બહાર આવીને જ રહે છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસને વાસ્તવિકતા સમજવી પડશે. આ હિન્દુ મુસ્લિમની વાત નથી. કાશ્મીરથી વધારે મુસ્લિમ સમુદાયના લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ અને અસમમાં છે પણ જ્યાં અલગાવવાદ ના થયો.
કાશ્મીરમાં અલગાવવાદ એટલે થયો કારણ કે ત્યાં 370 હતો. જમ્મૂ કાશ્મીરમાં વર્ષોથી અલગ અલગ પ્રકારના કેટલાય કાશ્મીરી હિન્દુ ભાઈ, કાશ્મીરી પંડિત, શીખ, ઘાટી છોડીને વિખેરાઈ ગયા. કેટલાક રાજ્યોએ તેમને આરક્ષણ પણ આપ્યું. જે પણ કાશ્મીરથી વિસ્થાપિત થયા તેમને સમગ્ર દેશે ગળે લગાવ્યા. હું આ વિસ્થાપિત લોકોને કહેવા ઈચ્છુ છુ કે નરેન્દ્ર મોદી સરકાર ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. હવે કાશ્મીરી વિસ્થાપિત મતદાન કરશે, ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement