For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CBSE ધો.10-12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી, શેડયૂલ જાહેર

12:13 PM Dec 13, 2023 IST | Sejal barot
cbse ધો 10 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી  શેડયૂલ જાહેર

CBSEએ હાઇસ્કૂલ અને ઇન્ટરમીડિયેટની વાર્ષિક પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડ્યું છે.આ પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરીક્ષાની ડેટશીટની રાહ જોઈ રહ્યા હતા. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ અધિકૃત વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પર પરીક્ષાનું સંપૂર્ણ સમયપત્રક જોઈ શકે છે. પરીક્ષાના સમયપત્રક મુજબ, ધોરણ 10-12ના પેપર સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષાઓ અંદાજે 47 દિવસ સુધી ચાલશે.
ગયા વર્ષે પણ બંને વર્ગોની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 5 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી. તમને જણાવી દઈએ કે, ધોરણ 12ની પરીક્ષા આંત્રપ્રિન્યોરશિપ, કુકબુક, કેપિટલ માર્કેટ ઓપ્શન અને ફિઝિકલ એક્ટિવિટી ટ્રેનરની પરીક્ષાઓ સાથે શરૂ થશે અને 12મા ધોરણની પરીક્ષા ઈન્ફોર્મેશન પ્રેક્ટિસ, કમ્પ્યુટર સાયન્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પરીક્ષાઓ સાથે સમાપ્ત થશે.આ સાથે ધોરણ-12ની હિન્દી કોર અને હિન્દી ઇલેક્ટિવ પરીક્ષાઓ 19 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. ઇંગ્લિશ કોર, ઇંગ્લિશ ઇલેક્ટિવ અને ઇંગ્લિશ ઇલેક્ટિવ CBSE (ફંક્શનલ ઇંગ્લિશ) પરીક્ષા 22 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.
10મા ધોરણની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે લેવાનાર વિષયોમાં પેઈન્ટીંગ, રાય, ગુરુંગ, તમાંગ અને શેરપાનો સમાવેશ થાય છે.
સંસ્કૃત વિષયની પરીક્ષા 19 ફેબ્રુઆરી, 2024 ના રોજ લેવામાં આવશે. તમામ ભાષાના પેપર 20 ફેબ્રુઆરી, 2024ના રોજ લેવામાં આવશે. ધોરણ 10માં હિન્દીની પરીક્ષા 21મી ફેબ્રુઆરીએ અને અંગ્રેજીની પરીક્ષા 26મી ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવશે. વિજ્ઞાનની પરીક્ષા 2 માર્ચે અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 7 માર્ચ, 2024ના રોજ લેવામાં આવશે.ગણિતની ધોરણ અને મૂળભૂત પરીક્ષા 11 માર્ચ 2024ના રોજ લેવામાં આવશે. પરીક્ષાના છેલ્લા દિવસે કોમ્પ્યુટર એપ્લીકેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ વિષયોની પરીક્ષા લેવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement