રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાજપ અઢી કરોડ લોકોને કરાવશે રામલલ્લાના દર્શન

11:09 AM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારબાદ ભાજપ લોકોને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરાવશે. દેશભરની 543 લોકસભા બેઠક અને તમામ વિધાનસભા મતવિસ્તારોમાંથી લગભગ અઢી કરોડ લોકોને અયોધ્યા દર્શન માટે લાવવામાં આવશે.
દરમિયાન ભાજપ દ્ધારા રામમંદિરની લડાઈ કેવી રીતે લડી, પહેલા સ્વરૂૂપ કેવું હતું, આજે શું છે, આર્થિક, સામાજિક અને ધાર્મિક આધાર પર એના ફાયદા શું થશે તે અંગે લોકોને માહિતગાર કરાશે. ભાજપનો લક્ષ્ય દરેક લોકસભા સીટ પરથી 5-5 હજાર લોકોને, જ્યારે દરેક વિધાનસભા સીટ પરથી 2-2 હજાર લોકોને અયોધ્યા લાવવાનો છે.
જે રાજ્યમાં ભાજપ પાસે કોઈ સાંસદ કે ધારાસભ્ય નથી ત્યાં પ્રતિનિધી 2-2 હજાર લોકો માટે વ્યવસ્થા કરશે. અંદાજિત ત્રણ મહિનામાં એક કરોડ લોકો દર્શન અને પૂજા કરવાના છે.
બાકીના દોઢ કરોડ લોકોને આગામી મહિનાઓમાં દર્શન કરાવવામાં આવશે. 23 જાન્યુઆરી પછી રામલલ્લાનાં દર્શન માટે 5-5 હજાર લોકોના સમૂહને લાવવા પડશે. દૂર દૂરથી આવતા ભક્તોને ટ્રેન મારફત અયોધ્યા લાવવામાં આવશે. સાંસદો અને ધારાસભ્યો પોતાના ભંડોળમાંથી લોકોને લાવવા, રહેવા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કોર કમિટીએ નિર્ણય લીધો છે કે વર્તમાન સાંસદો અને ધારાસભ્યોએ એવા લોકોની યાદી તૈયાર કરી લે જેમને અયોધ્યા લાવવાના છે. 23 જાન્યુઆરી પછી રામલલ્લાના દર્શન માટે દરેક પાંચ હજાર લોકોના સમૂહને લાવવાના રહેશે. દૂર દૂરથી આવતા ભક્તોને ટ્રેન મારફતે અયોધ્યા લાવવામાં આવશે. સાંસદો અને ધારાસભ્યો પોતાના ભંડોળમાંથી લોકોને લાવવા, રહેવા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂૂપ આપવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો.

Advertisement

Tags :
AandBJPcroredarshangivehalfpeopleRamlallatoTwowill
Advertisement
Next Article
Advertisement