For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી: બિધૂરીએ માફી માગી

11:13 AM Dec 08, 2023 IST | Sejal barot
દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી  બિધૂરીએ માફી માગી

ભાજપ સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી છે. બીજેપી સાંસદે સંસદીય સમિતિને કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથસિંહે દાનિશ અલી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ખેદ વ્યક્ત કર્યો છે. તેને આ વાતનો અફસોસ પણ છે.
સૂત્રોએ જણાવ્યું કે બિધુરીએ ખેદ વ્યક્ત કરતાં સમિતિ આ મામલાને ખતમ કરી શકે છે અને તેનો રિપોર્ટ સ્પીકરને મોકલી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દાનિશ અલી પણ સમિતિ સમક્ષ હાજર થયો હતો અને ઘટના વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપને નકારી કાઢ્યો હતો.
લોકસભામાં બોલતી વખતે રમેશ બિધુરીએ બીએસપી સાંસદ દાનિશ અલી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ રાજકારણ ગરમાયું હતું. બાદમાં લોકસભા અધ્યક્ષે રમેશ બિધુરીના શબ્દોને કાર્યવાહીમાંથી હટાવી દીધા હતા. રમેશ બિધુરીની ટિપ્પણી પર વિપક્ષી નેતાઓએ લોકસભામાં હંગામો કર્યો અને બિધુરીને સસ્પેન્ડ કરવાની માંગ કરી.
વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સાંસદ દાનિશ અલી અને ભાજપના સાંસદ રમેશ બિધુરી વચ્ચેના વિવાદ પર લોકસભાની વિશેષાધિકાર સમિતિની બેઠક યોજાઈ હતી. સંસદના વિશેષ સત્રમાં ચંદ્રયાન-3ની સફળતા અને અવકાશ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ 21 સપ્ટેમ્બરે દાનિશ અલી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બિધુરીને કારણ બતાવો નોટિસ ફટકારી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement