રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દીવમાં રમાશે બીચ ગેમ્સ, ભારતમાં પ્રથમ વખત આયોજન

11:47 AM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

ભારતમાં પ્રથમ વાર મલ્ટી સ્પોર્ટસ બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહથી સુંદર ટાપુ દીવમાં તે રમાનાર છે. સંઘ પ્રદેશ દીવમાં આયોજીત કરાયેલ બીચ ગેમ્સ 2024 ને લઈ તૈયારી કરવામાં આવી છે. આ માટે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે કાર્યક્રમનો લોગો અને જર્સી લોન્ચ કરી હતી. ભારતમાં પ્રથમ વાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે.
આયોજન ગુજરાત અડકીને આવેલ સુંદર દરીયાઈ ટાપુ દીવમાં થનાર છે. જ્યાં દેશના 20 રાજ્યમાંથી રમતવીરો ઉપસ્થિત રહેનાર છે. રમતના સુંદર આયોજનની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ માટે પ્રશાસક પ્રફુલ પટેલે દીવની મુલાકાત લઈને જરુરી આયોજનને લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
આગામી 4, જાન્યુઆરી 2024 થી મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ શરુ થનાર છે. આ માટે યજમાન દીવમાં બીચ પર રમતોને લઈ જરુરી તમામ તૈયારીઓ કરી લીધી છે. દીવ-દમણ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જેમામાં આયોજનને વધારે સુંદર બનાવવા માટે જરુરી સૂચનાઓ આપી હતી.
7 દિવસ ચાલનાર બીચ ગેમ્સ 2024 માં દેશભરમાંથી 20 જેટલા રાજ્યના ખેલાડીઓ હિસ્સો લેનાર છે. પ્રથમ બીચ ગેમ્સના લોગો અને જર્સીને પ્રફુલ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો હતો.
બીચ વોલીબોલ, બીચ બોક્સિંગ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, સ્વિમીંગ, મલખામ્બ, ફુટબોલ જેવી અલગ અલગ 8 રમતો રમાશે. જેમાં 600 મહિલા રમતવીરો અને 672 પુરુષ રમતવીરો હિસ્સો લેશે.
દીવ આમ તો પર્યટકો માટે પસંદગીના મુખ્ય સ્થળોમાંથી એક છે. દીવનો છેલ્લા 7 વર્ષમાં કાયાપલટ વિકાસ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે પ્રવાસીઓનો ધસારો પણ વધવા લાગ્યો છે અને અહીં સુંદર સુવિધાઓને લઈ પર્યટકોના આનંદમાં અનેકગણો વધારો થયો છે. સુંદર બીચ હવે સ્વચ્છ જોવા મળી રહ્યા છે. આ માટે પ્રફુલ પટેલે સ્વચ્છતા પર ખૂબ જ ભાર મૂક્યો હતો અને તેના પરિણામે બીચની સુંદરતા હવે નીખરી ઉઠી છે.

Advertisement

Tags :
Beach Games will be played in DiufirstforinindiaorganizedThetime
Advertisement
Next Article
Advertisement