રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

"મુંબઈમાં 11 સ્થળ પર રાખ્યા છે બોમ્બ..." RBIને ધમકી ભર્યો મેઈલ મોકલનાર આરોપીની વડોદરાથી કરાઈ ધરપકડ

02:58 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

ભારતીય રિઝર્વ બેંકને ધમકી ભર્યો ઈ-મેઈલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે પકડ વધુ કડક કરી છે. અને આ આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મેઈલ મોકલનાર આરોપીની વડોદરાથી ધરપકડ કરી છે. આરોપીએ મંગળવારે RBIને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.

Advertisement

RBIને આવ્યો હતો ધમકી ભર્યો મેઈલ

નોંધનીય છે કે, આરોપીએ મંગળવારે આરબીઆઈને મેઈલ પર ધમકી આપી હતી. વ્યક્તિએ મેઈલમાં લખ્યું હતું કે, RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકની અંદર બોમ્બ મૂકવામાં આવ્યા છે. આરોપીઓએ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણનું રાજીનામું પણ માંગ્યું હતું.

Tags :
Accused who sent threatening mail toarrestedfromRBIvadodara
Advertisement
Next Article
Advertisement