For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશની અડધી મેડિકલ કોલેજોની માન્યતા ઉપર લટકતી તલવાર

01:02 PM Dec 13, 2023 IST | Sejal barot
દેશની અડધી મેડિકલ કોલેજોની માન્યતા ઉપર લટકતી તલવાર

નેશનલ મેડિકલ કમિશન (NMC) એ લગભગ 50 ટકા મેડિકલ કોલેજોને તેમના દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરી છે.
જો NMC ધોરણોનું પાલન ન કરે તો ભારતની અડધી મેડિકલ કોલેજો માન્યતા ગુમાવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 197 સરકારી અને ખાનગી કોલેજોને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે.
જો કોલેજો ભૂલ સુધારશે નહીં તો આ કોલેજોમાં એક વર્ષ માટે પ્રવેશ અટકાવી દેવામાં આવશે, સૂત્રોએ જણાવ્યું હતું. ગખઈએ કેરળના ઇડુક્કીમાં એક મેડિકલ કોલેજને નબળી હાજરી, શિક્ષકોની ઓછી સંખ્યા અને લઘુત્તમ ધોરણની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળતા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણી કોલેજોમાં અધ્યાપકોની સંખ્યા પણ ઓછી છે અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની હાજરી પણ પૂરતી નથી. વધુમાં, મિનિમમ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ્સ, (MSR) 2023 હેઠળ ઘણી ક્ષતિઓ જોવા મળી હતી.
માર્ગદર્શિકા મુજબ, તમામ ફેકલ્ટી અને વરિષ્ઠ નિવાસી ડોકટરોની ઓછામાં ઓછી 75 ટકા હાજરી ફરજિયાત છે. એનએમસીને જાણવા મળ્યું કે સીસીટીવી પણ કામ કરતા નથી.
ઘણી કોલેજો હાજરીની માર્ગદર્શિકાને પૂર્ણ કરતી નથી જે ફેકલ્ટી અને વરિષ્ઠ નિવાસી ડોકટરો માટે ફરજિયાત છે. MSR 2023 માર્ગદર્શિકાના ક્લોઝ 3.2 મુજબ, તમામ ફેકલ્ટી અને વરિષ્ઠ નિવાસી ડોકટરો માટે ઓછામાં ઓછી 75 ટકા હાજરી ફરજિયાત છે.
સૂત્રોએ જણાવ્યું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવાને કારણે છેલ્લા એકથી બે મહિનામાં ભારતમાં લગભગ 40 મેડિકલ કોલેજોએ તેમની માન્યતા ગુમાવી દીધી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement