રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

Parliament Security / સંસદ સુરક્ષા ચૂક મામલે 2 આરોપીઓની કરાઈ ધરપકડ, સ્પેશિયલ સેલની પૂછપરછ શરૂ

10:10 AM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સંસદ સુરક્ષા ભંગ કેસમાં 2 અન્ય લોકોની પણ ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે આ બંને આરોપીઓના મુખ્ય આરોપીઓ સાથે કોઈ સંબંધ છે.ધરપકડ કરવામાં આવેલ આરોપીઓની ઓળખ મહેશ અને કૈલાશ તરીકે થઈ છે. હાલમાં સ્પેશિયલ સેલ આ બંને આરોપીઓની સતત પૂછપરછ કરી રહી છે. આ અંગે જાણકારી દિલ્હી પોલીસે આપી છે.

Advertisement

સરેન્ડર પહેલા સળગાવી દીધા ફોન

સંસદ ભવનની સુરક્ષાનો ભંગ કરનાર મુખ્ય સૂત્રધાર લલિત ઝાએ દિલ્હી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સંસદની સુરક્ષા ભંગના કેસમાં પાંચમા આરોપી અને માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ રાજસ્થાનના કુચમન ભાગી ગયા બાદ તેના મિત્ર મહેશ સાથે તેના ઘણા સહયોગીઓના મોબાઈલ ફોન સળગાવી દીધા હતા.

હકીકતમાં લલિતના સહયોગીઓએ તેમના મોબાઈલ તેને આપી દીધા હતા, જેથી પોલીસને વધુ તપાસમાં પુરાવા ન મળી શકે.

Tags :
2 accused arrested in ParliamentcaseindiamalpracticenewsSECURITY
Advertisement
Next Article
Advertisement