રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ISIS નેટવર્ક કેસમાં ચાર રાજ્યોમાં 19 ઠેકાણે દરોડા

05:03 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

આતંકવાદ વિરોધી એજન્સી NIAએ આજે સવારે ISIS નેટવર્ક કેસમાં ચાર રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કર્ણાટકમાં 11, ઝારખંડમાં ચાર, મહારાષ્ટ્રમાં ત્રણ અને દિલ્હીમાં એક જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા હતા.
ગયા અઠવાડિયે, કેન્દ્રીય આતંકવાદ વિરોધી એજન્સીએ મહારાષ્ટ્રમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 15ની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ISIS મોડ્યુલનો લીડર હતો.
દરોડા દરમિયાન, NIAએ મોટી માત્રામાં બિનહિસાબી રોકડ, હથિયારો, તીક્ષ્ણ સાધનો, સંવેદનશીલ દસ્તાવેજો અને વિવિધ ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. NIA અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ ભારતમાં ‘વિદેશી આકાઓ’ના નિર્દેશો પર કામ કરતા હતા અને દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ હતા.

Advertisement

Tags :
19 locations raidedFourinISISnetwork casestates
Advertisement
Next Article
Advertisement