For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્ય પ્રદેશમાં ભાજપનો પ્રચંડ દેખાવ છતાં 12 મંત્રીઓ હાર્યા

11:09 AM Dec 04, 2023 IST | Sejal barot
મધ્ય પ્રદેશમાં ભાજપનો પ્રચંડ દેખાવ છતાં 12 મંત્રીઓ હાર્યા

મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર નરોત્તમ મિશ્રાને દતિયા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક્ઝિટ પોલ પર નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં ફરી સરકાર બનાવવા જઈ રહી છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયા બેઠક પરથી કોંગ્રેસના રાજેન્દ્ર ભારતી સામે ચૂંટણી હારી ગયા હતા.
કૃષિ મંત્રી કમલ પટેલ પણ હરદામાંથી હારી ગયા હતા. બંને જિલ્લામાં ફરીથી મતગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ બંન્ને મંત્રીઓ હારી ગયા હતા.
ભારતીય જનતા પાર્ટી એ મધ્યપ્રદેશમાં પોતાનો કિલ્લો સુરક્ષિત રીતે બચાવ્યો હતો. પરંતુ શિવરાજ સરકારના 33 મંત્રીઓમાંથી 12 ચૂંટણી હારી ગયા હતા. જ્યારે એક મંત્રી યશોધરા રાજે સિંધિયાએ ચૂંટણી લડી ન હતી. ઘઙજ ભદૌરિયાની ટિકિટ રદ કરવામાં આવી હતી. જો કે, બાકીના મંત્રીઓ પોતપોતાના વિસ્તારોમાં વિજય હાંસલ કરવામાં સફળ રહ્યા હતા.
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાની નાથદ્વારા સીટ પર હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશી અહીંથી ચૂંટણી મેદાનમાં હતા. તેમની સામે ભાજપે મહારાણા પ્રતાપના વંશજ વિશ્વરાજ સિંહ મેવાડને મેદાનમાં ઉતાર્યા હતા. આ કારણે નાથદ્વારા વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચિત સીટ બની ગઈ હતી. વિશ્વરાજ સિંહ આ ચૂંટણી જીત્યા છે.
રાજસ્થાન વિધાનસભાના વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડને તારાનગર બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર બુડાનિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. નરેન્દ્ર બુડાનિયાએ રાજેન્દ્ર રાઠોડને 9727 મતોથી હરાવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement