For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPLના નંબર વન બોલરને 12 કરોડ અને સ્ટાર્કને 25 કરોડ !!

01:00 PM Dec 21, 2023 IST | Sejal barot
iplના નંબર વન બોલરને 12 કરોડ અને સ્ટાર્કને 25 કરોડ

ઈંડિયન પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓની હરાજી મંગળવારે દુબઈમાં થઈ હતી. આ દરમ્યાન ઓસ્ટ્રેલિયન ટીમના કપ્તાન પૈટ કમિંસ અને મિચેલ સ્ટાર્ક પર ફ્રેંન્ચાઈઝીએ ખૂબ પૈસા લગાવ્યા હતા. બંનેએ મળીને 45.25 કરોડ રૂૂપિયા કમાઈ લીધા. આ હરાજીને જોતા કેટલાય દિગ્ગજ ખેલાડીઓ નવાઈ પામ્યા હતા.
તેમાંથી એક પૂર્વ ભારતીય દિગ્ગજ આકાશ ચોપડા પણ છે.જેમણે આ બંને ખેલાડીની હરાજી પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો તેમને આટલા રૂૂપિયા મળે છે, તો પછી વિરાટ કોહલી 42 કરોડ અને જસપ્રીત બુમરાહ તો 41 કરોડમાં વેચાવા જોઈએ.
આકાશ ચોપડાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, હાલમાં ટી20નો નંબર-1 બોલર કોણ છે? હાલમાં આઈપીએલનો નંબર-1 બોલર છે જસપ્રીત બુમરાહ. બુમરાહને મળે છે 12 કરોડ અને મિચેલ સ્ટાર્કને મળે છે 25 કરોડ. આ ખૂબ જ ખોટી વાત છે યાર. હું ઈચ્છું છું કે , બધાને વધુંમાં વધુ પૈસા મળે. પણ આ વાત તો યોગ્ય નથી ને. કારણ કે આ ઈંડિયન પ્રીમિયર લીગ છે. હવે સપ્લાઈ ડિમાન્ડ કહાની થઈ તો એક ને આટલા રૂૂપિયા અને બીજાને આટલા ઓછા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement